MORBI:મોરબી રાજકોટ હાઇવે રોડ પર ભાજપના આગેવાની હોટેલ કમ્ફર્ટ રિસોર્ટમા જુગારઘામ ઝડપાયું
MORBI:મોરબી રાજકોટ હાઇવે રોડ પર ભાજપના આગેવાની હોટેલ કમ્ફર્ટ રિસોર્ટમા જુગારઘામ ઝડપાયું
ટંકારામાં ભાજપ આગેવાનની હોટેલમાં ચાલતું હાઈ પ્રોફાઈલ જુગાર ધામ ઝડપાયું રમતા 9 જુગારી ઝડપાયા એક ફરાર 63 લાખનો મુદામાલ જપ્ત
પોલીસે જ્યાં દરોડો પાડ્યો હતો તે ભાજપના એક અગ્રણી ની રિસોર્ટ હોઈ જુગાર નું સ્થળ બદલવા માટે છેક ઉપર સુધી ધમ પછાડા કરવામાં આવ્યા હતા. પરંતુ ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઇ એક ના બે ન થયા અને પોતે જે જગ્યા એ રેડ કરી તેજ સ્થળ પર જુગારધામ દેખાડ્યું…
ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલને સચોટ બાતમી મળી હતી કે, ટંકારા – રાજકોટ હાઇવે ઉપર આવેલ હોટલ કમ્ફર્ટમા રૂમો ભાડે રાખી બહારથી માણસો બોલાવી આરોપીઓ હોટલના પાર્કિંગમાં રાખવામાં આવેલ ફોર્ચ્યુનર કારમાં રોકડા જમા કરાવ્યાં બાદ ટોકન આપે છે અને ટોકન ઉપર હોટલના રૂમમાં જુગાર રમાઈ રહ્યો છે. ઉક્ત બાતમીને આધારે ટંકારા પોલીસે હોટલ કમ્ફર્ટના રૂમ નંબર 105મા દરોડો પાડતા જુગાર રમતા શખ્સો ઝડપાઇ ગયા હતા.
ગાડી જીજે ૦૩ કેસી ૧૪૦૦ માં રાખી અલગ અલગ કલર અને તેના પર અલગ અલગ આંકડા લખેલ પ્લ્સ્તિક કોઈન વડે તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી ટીમે રેડ કરી હતી જ્યાં હોટેલના પાર્કિંગમાં ગાડી મળી આવતા તેમાં રહેલ બે ઈસમોને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેના કબજાની ફોર્ચ્યુનર કારમાંથી રોકડ મળી આવી હતી બાદમાં હોટેલના રૂમ નં ૧૦૫ માં રેડ કરી હતી જ્યાં પ્લાસ્ટિક કોઈન વડે જુગાર રમાતો હતો
જ્યાં સ્થળ પરથી પોલીસે જુગાર રમતા ગોપાલ રણછોડભાઈ સભાડ રહે રાજકોટ, ચિરાગ રસિક ધામેચા રહે ગાંધીગ્રામ, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા રહે ખરેડી તા. કાલાવડ, રવિ મનસુખભાઈ પટેલ રહે એવન્યુ પાર્ક મોરબી, વિલ રાજીભાઈ પટેલ રહે તિરુપતિ નગર સોસાયટી ૧, રૈયા રોડ, ભાસર પ્રભુ પારેખ રહે પ્રહલાદ પ્લોટ, રાજકોટ શહેર, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ રહે આર કે પાર્કની બાજુમાં રાજકોટ, શૈલેષ ગંગદાસ ઠુમ્મર રહે શ્રીજી પાર્ક સોસાયટી રાજકોટ, નિતેષ નારણભાઈ ઝાલરીયા રહે ઉમા પાર્ક સોસાયટી મોરબી એમ નવને ઝડપી લીધા હતા
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ ૧૨ લાખ, ફોર્ચ્યુનર કાર ૨ કીમત રૂ ૫૦ લાખ, મોબાઈલ નંગ ૮ કીમત રૂ ૧,૧૫,૦૦૦ સહીત કુલ રૂ ૬૩,૧૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા રહે ચિત્રકૂટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાનું નામ ખુલતા ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે ટંકારા નજીક હોટેલમાંથી જુગારધામ ઝડપાયું છે ત્યારે આવા ગોરખધંધા કેટલા સમયથી ચાલતા હતા તે મોટો સવાલ છે ટંકારામાં જ SMC ટીમે ડુપ્લીકેટ ઓઈલ વેચાણનું કોભાંડ ઝડપ્યું હતું ત્યારે ટંકારામાં કેટલા ગોરખધંધા ચાલે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે