MORBI:મોરબી”પાટીદાર વુમન્સ પાવર”ગ્રુપની બહેનો દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
MORBI:મોરબી”પાટીદાર વુમન્સ પાવર”ગ્રુપની બહેનો દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
તા. 20/09/2025 શનિવારના રોજ, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત પ્રાચીન ગરબા ક્લાસીસના કાર્યક્રમમાં “પાટીદાર વુમન્સ પાવર” ગ્રુપની બહેનો સાધનાબેન ઘોડાસરા અને કાજલબેન આડ્રોજા દ્વારા આ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કળવા પાટીદાર કેળવણી મંડળ ના સાથ-સહકારથી પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો. સ્પર્ધામાં પાટીદારની નાની બાળાઓએ પોતાની કળા અને ઉત્સાહ સાથે ગરબા રમઝટ બતાવી, આખું મેદાન આનંદમય અને રંગીન બનાવી દીધું.બાળાઓના નવારા પગલાં, રમઝટ ભરેલા રાસ અને તાલમેળ જોઈને દરેકને આનંદ અને પ્રેરણા મળી. એના ચહેરા પરની ખુશી અને ઉત્સાહ જોઈને જણાય કે ગરબા માત્ર રમત નથી, પરંતુ આપણા સંસ્કૃતિ અને પરંપરાની ઝલક છે.
કાર્યક્રમના અંતે નાની બાળાઓને પ્રાઈઝ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તેમના શ્રેષ્ઠ પ્રદર્શનનું સન્માન કરવામાં આવ્યું. આવી પ્રવૃત્તિઓ બાળકોના આત્મવિશ્વાસ, પ્રતિભા અને ટીમવર્કને વધુ મજબૂત બનાવે છે.ચાલો, આપણે સૌ મળીને આવનારા સમયમાં પણ આવા સુસંસ્કૃતિક અને ઉત્સાહભર્યા કાર્યક્રમો આગળ વધારીએ અને આપણા નાનાં કલાકારોને વધુ પ્રેરણા આપીએ.