WAKANER:વાંકાનેર ખાતે કુંભાર કારીગરો અને ઉત્પાદક સમુદાય માટે જી.આઈ. વર્કશોપનું આયોજન થયું
WAKANER:વાંકાનેર ખાતે કુંભાર કારીગરો અને ઉત્પાદક સમુદાય માટે જી.આઈ. વર્કશોપનું આયોજન થયું
આજે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે કુંભાર કારીગરો અને ઉત્પાદક સમુદાય માટે જી.આઈ. વર્કશોપનું આયોજન ઈડીઆઈ અમદાવાદ દ્વારા ગુજરાત જી.આઈ. રીજનલ સેન્ટર અંતર્ગત નાબાર્ડના સહયોગથી કરવામાં આવ્યું.
આ વર્કશોપમાં શ્રી આદિત્ય નિકમ સાહેબ ડીડીએમ નાબાર્ડ તથા શ્રી ઈન્દ્રવદન ચાવડા સાહેબ જી.આઈ. નિષ્ણાત, ઈ.ડી. આઈ.આઈ. અમદાવાદથી હાજર રહ્યા અને તેમણે જી.આઈ. ટેગ અને તેના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમજ મિટ્ટી કુલમાથી મનસુખભાઈ પ્રજાપતિ, રેડ કુલ માથી તુષારભાઈ ધરોડીયા, મિટ્ટી આર્ટ ક્લે પ્રોડકટ માથી ઈશ્વરભાઈ ધરોડીયા અને અને પ્રજાપતિ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા,સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ચંદ્રેશ રાઠોડ તથા શ્રી જય જોશી (ઈડીઆઈ) દ્વારા કરવામાં આવ્યું
જીઆઈ ટેગના ફાયદાઓ
1. ઉત્પાદકને કાનુની સુરક્ષા મળે છે.
2. સ્થાનિક હસ્તકલા અને પરંપરાને સંરક્ષણ
3. બ્રાન્ડ વેલ્યુ અને માર્કેટમાં ઓળખ અને મૂલ્યવર્ધન
4. ઈન્ટરનેશનલ માર્કેટ અને નિકાસ (Export)માટે લાભદાયી
5. ગ્રામીણ રોજગાર અને આર્થિક વિકાસ
6. ડુપ્લિકેટ સામે કાર્યવાહી થાય છે, એટલે કાયદાકીય છત્ર મળે છે.