અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
– અનોખું નૂતન વર્ષ : મોડાસાના રામપુર ગામના ગોપાલક સમાજ દ્વારા નવાવર્ષની ઉજવણી,પશુઓ ભડકાવવા થી પશુઓ માં કોઈ મહામારી કે રોગચાળો થતો નથી
શરૂ થતા નવા વર્ષ ની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા હોય છે ત્યારે મોડાસા ના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા પરંપરાગત પશુઓ ભડકાવી અનોખી રીતે ઉજવણી કરવા માં આવે છે
મોડાસા ના રામપુર ગામેં ગોપાલક સમાજ દવારા નવા વર્ષ ની ઉજવણી અનોખી રીતે કરવા માં આવે છે નવા વર્ષ ના દિવસે તમામ ગોપાલક સમાજ વહેલી સવારે ગામ ના પાદરે આવેલ રાધાકૃષ્ણ ના મંદિરે એકઠા થતા હોય છે ભગવાન રાધા કૃષ્ણ ની સમૂહ માં આરતી કરવા માં આવેછે ત્યારબાદ મંદિર પાસે જ હજારો પશુઓ ને એકઠા કરવા માં આવે છે અને વર્ષો ની પરંપરા પ્રમાણે એકઠા થયેલા પશુઓ વચ્ચે ફટાકડા ફોડવા માં આવે છે અને પશુઓ ને ભડકાવવા માં આવે છે વર્ષો થી એવી માન્યતા રહેલી છે કે આ રીતે પશુઓ ભડકાવવા થી પશુઓ માં કોઈ મહામારી કે રોગચાળો થતો નથી વર્ષ દરમિયાન ખેતીવાડી માં અને દૂધ માં પણ સારી ઉપાજ પ્રાપ્ત થાય છે સ્થાનિક રહીશો માં પણ આરોગ્ય શિક્ષણ અને અનેક રીતે ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય છે એવી માન્યતા સાથે નવા વર્ષ ની ગોપાલક સમાજ દવારા શરૂઆત કરવા માં આવે છે મહત્વ ની બાબત એ છે કે સામાન્ય રીતે કોઈ પશુ આગળ ફટાકડા ફોડવા માં આવે તો પશુઓ ભડકી ને માણસો ને ઇજા પમાંડતા હોય છે ત્યારે આ દિવસે રામપુર ગામે પશુઓ ભડકવા છતાં કોઈ પણ વ્યક્તિ ને ઇજા થતી નથી આ સમગ્ર કાર્યક્રમ બાદ ગામ ના અબાલ વૃદ્ધ સૌ કોઈ મંદિર આગળ ના ચોગાન માં એકત્રિત થઈ એક બીજા ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવે છે આમ અનોખી રીતે રામપુર ગામ ના ગોપાલક સમાજ દ્વારા નવા વર્ષ ની પરંપરાગત ઉજવણી કરવા માં આવે છે