AHAVADANGGUJARAT

Dang : આહવા સિવિલ હોસ્પિટલનાં ખાનગીકરણના વિરોધમાં કલેકટરને સંબોધીને મુખ્યમંત્રીને આવેદનપત્ર…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આદિવાસી નેતા તથા વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં જિલ્લા કલેકટરને સંબોધીને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી..
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લો સંપૂર્ણ 96 ટકા જેટલો આદિવાસી વિસ્તાર ધરાવે છે.ડાંગ જિલ્લાની એક માત્ર સિવિલ સરકારી હોસ્પિટલ આહવા ખાતે આવેલ છે. અને જેનો લાભ 351 ગામના આદિવાસી સમાજ તથા અન્ય સમાજને સરકારી રાહે સેવાઓ ઉપલબ્ધ છે. અને એમા સરકાર તરફથીજ ખુટતી સવલતો ઉપલબ્ધ કરી હાલના સંજોગોમાં સંપૂર્ણ પણે સરકારે જ સંચાલન કરવુ જરૂરી છે. પરંતુ સરકાર સ્વ-નિર્ભર મેડિકલ કોલેજ મંજુર કરી સ્થાપિત કરવા જઈ રહી છે. આવા મેડિકલ જેવા અત્યંત મહત્વના ઇન્સ્લેટયુટને સાથે સ્વ-નિર્ભર સંચાલન માટે આપવામાં આવે તે યોગ્ય નથી તે સરકાર હસ્તક હોય તે જરૂરી છે.ગુજરાત સરકાર દ્વારા ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના આરોગ્યની જીવા દોરી સમાન આહવા સિવિલ હોસ્પિટલ નું ખાનગીકરણ કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેના કારણે આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે.આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ડાંગ જિલ્લા કલેકટર મારફતે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાલ ગાંગુર્ડે, ભરત ચૌધરી, મહિલા પ્રમુખ નીતા ભોયે, મહામંત્રી મુકેશ પટેલ, ગીતા પટેલ,સ્નેહલ ઠાકરે,મણીલાલ કામડી ,વનરાજ રાઉત,રાજેશ ગામીત,નીતિન ગામીત સહિતના કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા.તેમજ જો ટુંક સમયમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!