GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબી સાગરેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ મહા રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન

 

MORBI: સાગરેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ મહા રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન – મોરબી

 

 

શ્રી સાગર ચંદુભાઈ વાંસજાળિયાનાં સ્મરણાર્થે શ્રી સાગરેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૦૩ નવેમ્બર ૨૦૨૫ થી તા.૦૫ નવેમ્વબર ૨૦૨૫ આમ ત્રણ દિવસનાં આ મહોત્સવમાં શ્રી સાગરેશ્વર મહાદેવ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી ઉમિયા માતાજી, શ્રી રાધાકૃષ્ણ, શ્રી શીતળા માતાજીનાં નુતન મંદિરની ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અતિ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ત્રિ-દિવસીય મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર દેવી દેવતાની આરાધના, પૂજન, સ્થાપન તેમજ વૈદિક શાસ્ત્રોક વિધિ આચાર્ય પદે શ્રી જીજ્ઞેશભાઈ પંડયા દ્વારા કરવામાં આવશે. આ મહોત્સવનાં યજમાન શ્રી ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા, શ્રીમતી લીલાબેન ચંદુભાઈ વાંસજાળીયા, પૂજાબેન સાગરભાઈ વાંસજાળીયા, સાન્વી સાગરભાઈ વાંસજાળીયા(નથુવડલા વાળા) તેમજ સમગ્ર વાંસજાળીયા પરિવાર વતી આ મહોત્સવમાં પધારવા તેમજ દેવી દેવતાઓના દર્શન કરી કૃતાર્થ થવાના આ અનેરા અવસરમાં સહભાગી થવા આપ સર્વે ધર્મપ્રેમી ભકતોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

સ્વ. સાગર ચંદુભાઈ વાંસજાળિયાનાં સ્મરણાર્થે શ્રી સાગરેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ મહા રક્તદાન કેમ્પ દ્વારા થેલેસેમીયા તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે લોહી મળી રહે એવા ઉમદા શુભઆશયથી આ રકતદાન કેમ્પમાં સહભાગી થનાર સૌજન્ય સિવીલ હોસ્પિટલ–રાજકોટ તેમજ સિવીલ હોસ્પિટલ–મોરબીની સમગ્ર મેડીકલ ટીમ આ રકતદાન કેમ્પમાં પુરો સહયોગ મળવાનો છે. આ રક્તદાન કેમ્પ શ્રી મહાબલી હનુમાનજી મંદિરની બાજુમાં રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે શ્રી સાગરેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં ત્રીજા દિવસે તા.૦૫/૧૧/૨૦૨૫ને બુધવારનાં રોજ સવારે : ૭:૦૦ કલાકથી બપોરનાં ૨:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. તો આપ સર્વે જનતાને અનુરોધ છે કે આ અમારાં આયોજનમાં અને આ માનવ સેવાનાં ભગીરથ કાર્યમાં સહભાગી બની ને સ્વ.સાગર ચંદુભાઈ વાંસજાળીયાને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ તેમજ આપના થકી કરવા આવેલ રક્તદાન એ મહાદાન સમાન જે આપનું આપેલ આ અમૂલ્ય રક્તદાન જે ત્રણ જીંદગી બચાવી શકશે. દરેક રકતદાતાશ્રીઓને સ્વ. સાગર ચંદુભાઈ વાંસજાળિીયાની સ્મૃતિ માટે

સન્માનિત ભેટ શ્રી ચંદુભાઈ વાંસજાળીયા તરફથી આપવામાં આવશે. તો આપ સર્વે મોરબી વાસીઓને અનુરોધ સાથે વિનંતી છે કે આ અમારા સેવાનાં ભગીરથ કાર્યમાં સહભાગી થવાં અને ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવાં હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

શ્રી સાગરેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં આ પાવન અવસરમાં ૫.પૂ.શ્રી દામજીભગત–મહંતશ્રી નકલંક મંદિર-બગથળા, ૫.પૂ.શ્રી જસમતભગત–સદ્ગુરૂ શાંતિ આશ્રમ-આણંદા ના સંતો-મહંતોની પધરામણી થવાની છે. આ મહોત્સવમાં ભક્તિભાવ કરવા માટે તા.૦૩/૧૧/૨૦૨૫, સોમવાર અને તા.૦૪/૧૧/૨૦૨૫, મંગળવારનાં રોજ રાત્રે ૯:૦૦ કલાકે મહાબલી હનુમાનજી મંદિર, રવાપર રોડ મોરબી ખાતે ભવ્ય સંતવાણી નો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ છે. આમ આ સમગ્ર આયોજનમાં સહભાગી થનાર મહાબલી હનુમાનજી મંદિરનાં પુજારીશ્રી, મંદિરનાં સભ્યશ્રીઓ, સોસાયટીનાં સભ્યશ્રીઓ તેમજ દરેક સહયોગી અને ધર્મપ્રેમી સહભાગી ભક્તોનો શ્રી ચંદુભાઈ વાંસજાળીયા ખુબ આભાર સાથે કૃતાર્થની લાગણી વ્યકત કરે છે.

Back to top button
error: Content is protected !!