MORBIMORBI CITY / TALUKO

GUJARAT – ભારત-રશિયા મંચમાં ગુજરાતને મળ્યું મજબૂત પ્રતિનિધિત્વ, એન. પી. સી. કમિટી ગુજરાતના સભ્યોની નિયુક્તિ

GUJARAT – ભારત-રશિયા મંચમાં ગુજરાતને મળ્યું મજબૂત પ્રતિનિધિત્વ, એન. પી. સી. કમિટી ગુજરાતના સભ્યોની નિયુક્તિ

 

 

ગુજરાત : નેશનલ પ્રિપેટરી કમિટી ભારત-રશિયા મંચ હેઠળ ગુજરાત રાજ્ય માટે નવી નિયુક્તિઓની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમ એન.પી.સી ભારતના ચેરમેન વરુણ કશ્યપના માર્ગદર્શન હેઠળ નિયુક્ત કરવામાં આવી છે. સાથે જ નેશનલ કમિટીના સભ્યો કેવલસિંહ કિશોરસિંહ પાવરા અને જયદીપ સાખિયાના માર્ગદર્શન અને સહકારથી ગુજરાત ટીમ નવી ઊંચાઈએ પહોંચશે

ગુજરાત ટીમના મુખ્ય પદાધિકારીઓમાં સ્ટેટ હેડ કૌશલ ગોહિલ, ડેપ્યુટી સ્ટેટ હેડ અક્ષય ગરૈયા અને હિનલ સુથાર, મીડિયા ઇન્ચાર્જ સત્યરાજસિંહ જાડેજા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સંદિપ ધોળકિયા, કોમ્યુનિકેશન ઇન્ચાર્જ ખનક ઉપાધ્યાય અને મુખ્ય પ્રતિનિધિ સભ્યોમાં હરચંદ ચૌહાણ, ભૂમિ શર્મા, જાનવીબા ચૂડાસમા, ખૂશી આચાર્ય, નિમેશ સેવકની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ટીમના આ નિયુક્ત પદાધિકારીઓ વૈશ્વિક મંચ પર ગુજરાતની લોકપ્રિય પરંપરા, કલા અને વારસાને રજૂ કરીને ભારતના એકતા મિશનને મજબૂત બનાવશે. આ ટીમ ગુજરાતની યુવા શક્તિને નવી પ્રેરણા અને વૈશ્વિક સ્તરે આગળ વધવા માટે વિશિષ્ટ તકો પૂરી પાડશે. “સાથે મળીને પ્રગતિ માટે કાર્ય કરીએ અને ભારતના નામને વૈશ્વિક મંચ પર ઉજાગર કરીએ!”

Back to top button
error: Content is protected !!