MORBI:મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની વરણી

MORBI:મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની વરણી
મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળની સામાન્ય સભા આજરોજ તારીખ 07/08/2025 ને ગુરૂવારે સવારે 10:00 કલાકે ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ- મોરબી ખાતે મળેલ હતી જેમાં રાજ્ય શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ ભુવા સૌરાષ્ટ્ર ઝોનના ચેરમેન શ્રી એન. ડી.જાડેજા, પૂર્વ બોર્ડ મેમ્બર પ્રિયવદન કોરાટ, રાજ્ય સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ ટી.ડી. પટેલ સાહેબ, રાજકોટ શહેર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ શૈલેષભાઈ વોરા, રાજ્ય શાળા સંચાલક મંડળના મંત્રી અશોકભાઈ રામ, જુનાગઢ શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ નરસિંહભાઈ માંડવીયા, જુનાગઢ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ઓધવજીભાઈ બોરસાણીયા શ્રી બાવનજીભાઈ પટોડીયા વગેરે ઉપસ્થિત રહેલ
આ મિટિંગમાં મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે ડો. અનિલભાઈ મહેતા,મહામંત્રી તરીકે શ્રી મહેન્દ્રસિંહ ઝાલા અધ્યક્ષ તરીકે એ.કે. પટેલ, તથા નાયબ અધ્યક્ષ તરીકે શ્રી સુમંતભાઈ રોકડ, મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કન્વીનર તરીકે મનોજભાઈ પનારા ની વરણી કરવામાં આવી ડો. અનિલભાઈ મહેતા પ્રમુખ, મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળ








