MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં ગુરુપૂર્ણિમાની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી
MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં ગુરુપૂર્ણિમાની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ભારતીય સંસ્કૃતિના દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરતું હોય છે. જેમાં આજે તમામ વિભાગમાં ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી
નવયુગ કૉલેજ અને સંકુલમાં ચાલતાં યુનિટમાં નવયુગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને જાણીતા લોક સાહિત્યકાર રાજુભાઈ આહીર અને એમની ટીમ અમદાવાદથી ગુરુવંદના કરવા આજે નવયુગમાં પધારેલ. રાજુભાઈ આહીરે પોતાની અગાવી શૈલીમાં ગુરુમહિમા, ઉપદેશ અને જીવનમાં ગુરુનું મહત્ત્વ સમજાવ્યું હતું અને પોતે આજે જે સ્થાને છે તેનો યશ તેમને ગુરુ કાંજીયા સાહેબ અને નવયુગને આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘આજે હું જે કંઈ છું તેનુ નવયુગે આપેલું પ્લેટફોર્મના કારણે’.
તેમજ સંકુલમાં પ્રાથમિક વિભાગમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓએ સ્પીચ આપેલ અને સમૂહ- ગીત ગાયું હતું. જેમાં ગુરુમહિમાની ઝાંખી હતી. ગણપતિજી ,મા સરસ્વતીજી અને કાંજીયાસરના ગુરુ સ્વ: જીવરાજબાપા વિરપરિયાનું પૂજન- અર્ચન કરી ઉજવણી કરવામાં આવેલ.
નવયુગ વિદ્યાલય અને રાધે- ક્રિષ્ના વિદ્યાલયમાં પણ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને નાનાં બાળકો એ નાટ્યત્મક સંવાદ દ્વારા ગુરુમહિમા સમજાવ્યો હતો .
નવયુગ પ્રેપ સેક્સનમાં પણ નાનાં ભૂલકાઓએ પણ ખૂબ સરસ રીતે ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ટીચર્સ દ્વારા ગુરુ શિષ્યનો નાટ્ય-સવાંદ કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.
આ તમામ કાર્યક્રમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો. વિશેષ ઉપસ્થિતમાં નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા અને મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા હાજર રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમને તમામ વિભાગીય વડાઓ, સ્ટાફમિત્રોએ સફળ બનાવ્યો હતો.