GANDHINAGARMORBIMORBI CITY / TALUKO

GUJARAT :આમાં કેવી રીતે ભણશે ગુજરાત? વસ્તી ગણતરીમાં મહત્તમ 100% શિક્ષકોનો સમાવેશ કરેલ હોય ખુલતા વકેશને શાળાને તાળા લાગે તેવી સ્થિતિ.!

 

GUJARAT :આમાં કેવી રીતે ભણશે ગુજરાત? વસ્તી ગણતરીમાં મહત્તમ 100% શિક્ષકોનો સમાવેશ કરેલ હોય ખુલતા વકેશને શાળાને તાળા લાગે તેવી સ્થિતિ.!

આમાં કેવી રીતે ભણશે ગુજરાત? ગત શૈક્ષણિક વર્ષ મતદાર યાદી સુધારણામાં આ વર્ષ વસ્તી ગણતરીમાં જશે.!

100% શિક્ષકો વસ્તીગણતરી કરી રહ્યા હોય શાળાઓ ખાલી છે છતાં સરકારને પ્રવેશોત્સવના તાયફા તો કરવા જ છે.

વાર્ષિક પરીક્ષા અને વેકેશનમાં 50 દિવસો સુધી વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહ્યા બાદ આઠમી જૂને વેકેશન ખુલી રહ્યું છે પણ ગુરૂજનો વસ્તી ગણતરીમાં ઘરે ઘરે ફરી રહ્યા હોય ભણાવશે કોણ?

વસ્તી ગણતરી,મતદારયાદી સુધારણા, આપત્તિ વ્યવસ્થાપન જેવી રાષ્ટ્રીય કામગીરી કે અન્ય કામગીરીમાં અન્ય કેડર અને શિક્ષકોને સપ્રમાણમાં લેવા માટે વખતોવખત રજુઆતો કરેલ હોવા છતાં વસ્તી ગણતરી – ૨૦૨૭ માં ગણતરીદાર તરીકે મહત્તમ શિક્ષકોનો જ સમાવેશ કરેલ છે, મોટા ભાગની શાળાઓમાં 100% શિક્ષકોને ગણતરીદાર તરીકે અને આચાર્યશ્રીઓને સુપરવાઈઝર તરીકે ફરજ સોંપેલ છે,શહેરી વિસ્તારમાં ગણતરીદારની ઘટ હોય ગ્રામ્ય વિસ્તારની શાળાના શિક્ષકોને શહેરી વિસ્તારમાં ગણતરીદાર તરીકે ફરજ સોંપેલ છે,આમ મોટા ભાગની શાળાઓમાં આચાર્ય સહિત 100% સ્ટાફ વસ્તી ગણતરીમાં સમાવેશ કરેલ હોય અને વસ્તી ગણતરી કામગીરી તા.01.06.26 તા.30.06.26 સુધી ચાલવાની હોય ખુલતા વેકેશને શાળાઓ કેવી રીતે ચલાવવી એ યક્ષ પ્રશ્ન છે?

વસ્તીગણતરી અધિનિયમ -1948 ની જોગવાઈ મુજબ વસ્તીગણતરીનું કાર્ય પોતાની ફરજ દરમ્યાન ઓન ડ્યુટીથી કરવાનું હોવાથી આઠમી જૂનથી શરૂ થતું નવું શૈક્ષણિક સત્ર શિક્ષકો વગરનું થશે, વસ્તીગણતરીનું કામ જ એટલું મોટું છે,એમાંય વળી બ્લોક ફાળવણીમાં વિસંગતતા હોવાથી એક ગણતરીદારને 200 જ ઘર આપવાની જોગવાઈ સામે 500 ઘર 600 ઘરના બ્લોક સોંપેલ છે એટલે શિક્ષકો ત્રીસ જૂન સુધી શાળાએ આવવાના નથી એમાંય વળી સરકારને 18 જૂનથી 20 જૂન પ્રવેશોત્સવના તાયફા કરવા છે,એકબાજુથી દેશના વડાપ્રધાન પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલ કરે છે અને બીજી બાજુથી આવા તાયફા કરી પેટ્રોલ ડીઝલના ધુમાડા કરવા છે, શિક્ષકોને વસ્તી ગણતરી કરવી કે પ્રવેશોત્સવ કરવો કે વિદ્યાર્થીઓને ભણાવવા શું કરવું ? વગેરે યક્ષ પ્રશ્નો શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!