GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વીજલાઇન મુદ્દે ભાજપના જ દિગ્ગજ નેતાના ગામમાં વિરોધ: 2027માં નેતાઓને નો-એન્ટ્રી

MORBI:મોરબી વીજલાઇન મુદ્દે ભાજપના જ દિગ્ગજ નેતાના ગામમાં વિરોધ: 2027માં નેતાઓને નો-એન્ટ્રી

પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારીયાના નિજ વતન નીચી માંડલ ગામે જ ભાજપ સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં ખેડૂતો દ્વારા ભાજપ વિરોધી બેનરો લગાવીને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

વીજલાઇન મુદ્દે વિરોધ અને માંગણી :ગામમાંથી પસાર થતી વીજલાઇનને લઈને નીચી માંડલના ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે તેમની રજૂઆતો અને માંગણીઓ મુજબ સરકાર દ્વારા તાત્કાલિક સત્તાવાર પરિપત્ર (સર્ક્યુલર) જાહેર કરવામાં આવે.

2027ની ચૂંટણી બહિષ્કારની ચીમકી ગામમાં લગાવવામાં આવેલા બેનરોમાં ખેડૂતોએ સરકારને સીધું અલ્ટિમેટમ આપ્યું છે. બેનરમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે:જો ખેડૂતોની માંગણીઓનો ઉકેલ લાવતો પરિપત્ર જાહેર નહીં કરાય, તો આગામી તમામ ચૂંટણીઓમાં ભાજપનો વિરોધ કરવામાં આવશે.  માંગ સ્વીકારવામાં નહીં આવે તો 2027ની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કોઈ પણ ઉમેદવારને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.પક્ષના વરિષ્ઠ નેતાના જ પોતાના ગામમાં જ સર્જાયેલા આ વિરોધને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Back to top button
error: Content is protected !!