BANASKANTHAGUJARATPALANPUR

વિશ્વ યોગ દિવસ તથા નશામુક્તિ જાગૃતિ દિવસની ઉજવણી

21 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

મમતા મંદિર શાળા,વિદ્યામંદિર ટ્રસ્ટ,પાલનપુર
આજના દિવસે મમતા મંદિર શાળા ખાતે વિશ્વ યોગ દિવસ અને નશામુક્તિ જાગૃતિ દિવસની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી. શાળાના ચારેય પ્રકારના વિકલાંગ ધરાવતા બાળકોએ યોગ ગુરૂ શ્રી નિરંજનભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ સમૂહ યોગાભ્યાસ કરી, જેમાં વિવિધ યોગાસન તથા પ્રાણાયામનો સમાવેશ કરવામાં આવ્યો. શ્રી પુરોહિતે યોગના આરોગ્યલક્ષી લાભો તથા રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો અંગે લાભદાયી માહિતી આપી.મમતા મંદિરના ઈ. ચાર્જ ડો અતિનભાઈ જોશીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને જીવનમાં યોગ થી જ નિરોગી થવાય અને યોગના મહત્વની સમજ આપી કાર્યક્રમ દરમિયાન સમાજ સુરક્ષા અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ, નશામુક્તિ ક્ષેત્રના નિષ્ણાત શ્રી દિનેશભાઈ ગોસાઇ, મમતા મંદિરના ઈન્ચાર્જ ડૉ. અતિનભાઈ જોષી અને આચાર્યશ્રી દિલીપભાઈ મેકવાન ઉપસ્થિત રહ્યા.નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત શ્રી દિલીપભાઈ મેકવાન દ્વારા બાળકોને વ્યસનમુક્ત જીવન જીવવાનો શપથ લેવડાવવામાં આવ્યો. નવજીવન નશામુક્ત કેન્દ્ર ના પ્રતિનિધિ શ્રી દિનેશભાઈ ગોસાઇએ વાલીઓ અને શિક્ષકોને બાળકોમાં વ્યસનના પ્રવેશને રોકવા માટે જરૂરી સાવચેતી રાખવા તથા સકારાત્મક મિત્રતા પ્રસ્થાપિત કરવા ઉદ્દેશપૂર્વક માર્ગદર્શન આપ્યું. વ્યસન થી જીવન ઉપર થતી અસર વિષે ખૂબ સરસ વ્યક્તવ્ય પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ વિદ્યાર્થી ની શ્રદ્ધા જોષી એ આપ્યું.શ્રી હિતેશભાઈ પટેલે યોગના જીવનમાં મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો અને તંદુરસ્ત જીવનશૈલી તરફ બાળકોને પ્રોત્સાહિત કર્યા. તેમણે વ્યસનથી થતા દોષપરિણામો વિશે અવગત કરતા, બાળકોને સદવિચાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કર્યા.કાર્યક્રમના અંતે શાળાના વિવિધ વિભાગોમાં યોજાયેલી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવી તેમની કૃતિઓ સાથે તેઓનું કર્તલ ધ્વનિથી સન્માન કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં 250 થી 300 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ, સ્ટાફ, અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.સંગીત શિક્ષક શ્રી ગૌરંગભાઈ આચાર્ય દ્વારા આભાર વિધિ સાથે કાર્યક્રમની સંપન્નતા જાહેર કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!