Halvad: ધ્રાગધ્રા-માળીયા હાઇવે રોડ પર કારની ઠોકરે બાઇક સવાર બે વ્યક્તિઓને ઇજાઓ
Halvad: ધ્રાગધ્રા-માળીયા હાઇવે રોડ પર કારની ઠોકરે બાઇક સવાર બે વ્યક્તિઓને ઈજાઓ
હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા વિનોદભાઇ શંકરભાઇ મણદરીયા ઉવ.૩૦ એ હળવદ પોલીસ મથકમાં મોટર કાર રજી.નં. જીજે-૨૭-સીએફ-૪૦૯૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૬/૧૧ ના રોજ વિનોદભાઈ અને તેમના નાનાભાઈ નાગજીભાઈ બાઇક રજી.નં. જીજે-૩૬-એએમ-૬૩૭૭ લઈને જતા હોય તે દરમિયાન ધ્રાગધ્રા-માળીયા હાઇવે રોડ પર કોયબા ગામના પાટીયા પાસે આવેલ કટ પાસે ઉપરોક્ત મોટર કાર ચાલકે પોતાની કાર સ્પીડમાં ચલાવી વિનોદભાઇના બાઇકને સાઈડમાંથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, આ દુર્ઘટનામાં ફરીયાદી વિનોદભાઈને જમણા હાથમાં મૂંઢ ઇજા તથા છાતીમાં પાસળીઓમાં ગંભીર ઇજા અને ડાબા પગે ફ્રેક્ચર થયો હતો, જ્યારે તેમના નાનાભાઈ નાગજીને પણ જમણા પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. હાલ હળવદ પોલીસે આરોપી મોટરકારના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.