GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ ઝડપાયો

HALVAD- હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ ઝડપાયો

 

 

હળવદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી છ માસ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર ઈસમને અમરેલી જીલ્લાના બગસરા ખાતેથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં મોરબી જીલ્લા એન્ટી હુમન ટ્રાફિક યુનિટ ટીમને સફળતા મળી છે

મોરબી જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિક યુનિટ મોરબીની ટીમ કાર્યરત હોય દરમીયાન હળવદ પોલીસ મથકમાં છ માસ પૂર્વે સગીરા અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી નીખીલ રામલાલ ભીલ રહે મધ્યપ્રદેશ વાળો ઇસમ ફરિયાદીની સગીર વયની દીકરીનું અપહરણ કરી ભગાડી ગયો હતો જે આરોપી નીખીલ ભીલ હાલ અમરેલી જીલ્લાના બગસરા ખાતે નદીપરા વિસ્તાર ધારી રોડ પર હોવાની બાતમી મળતા એન્ટી હુમન ટ્રાફિક યુનિટ ટીમે બગસરા ખાતે નદીપરા વિસ્તારમાંથી આરોપીને ઇંટોના ભટ્ઠામાંથી ઝડપી લીધો હતો અને ભોગ બનનારને હસ્તગત કરી હળવદ પોલીસ મથકને સોપવામાં આવ્યા છે

જે કામગીરીમાં AHTU ઇન્ચાર્જ પીઆઈ કે કે દરબાર, ફૂલીબેન ઠાકોર, નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર, બકુલભાઈ કાસુન્દ્રા સહિતની ટીમ જોડાયેલ હતી

Back to top button
error: Content is protected !!