Halvad હળવદ મેલડી માતાજીના મંદિર પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

Halvad હળવદ મેલડી માતાજીના મંદિર પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ આસ્થા રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૦ કિં રૂ. ૧૩૭૪૫ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ તથા હિરો સ્પ્લેન્ડર રજીસ્ટર નંબર -જીજે-૩૬-પી-૪૬૪૭ વાળુ જેની કિંમત રૂ. ૩૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૪૮,૭૪૫ ના મુદ્દામાલ સાથે આરોપી હસમુખ ઉર્ફે હસુ ખીમજીભાઈ ચાવડા (ઉ.વ.૩૪) રહે. વિશ્વપાર્ક સોસાયટી કન્યા છાત્રાલયની બાજુમાં હળવદવાળાને પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ મેહુલ રમણીકભાઇ ગોઠી રહે. કણબીપરા હળવદ વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








