GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદ પોલીસે ચોરીના બે બાઇક સાથે બે ઈસમોને ઝડપી લીઘા
HALVAD:હળવદ પોલીસે ચોરીના બે બાઇક સાથે બે ઈસમોને ઝડપી લીઘા
મોરબીમાં બે સ્થળેથી બાઇક ચોરીને અંજામ આપનાર બે ઇસમોને હળવદ પોલીસે જડપી લઈને ચોરી થયેલ બે બાઇક કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને દબોચી લેવા અને વાહનો રિકવર કરવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદની મોરબી ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ બાઇકમાં બે ઇસમો નીકળતા પૂછપરછ કરી હતી જે ઇસમો સંતોષકારક જવાબ આપતા ના હોવાથી આગવી ઢબે પૂછપરછ કરી હતી અને બાઇક મોરબીના જૂના બસ સ્ટેન્ડ અને મોરબી પાડા પુલ નીચે રવિવારી બજારમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી હળવદ પોલીસે આરોપીઓ મહેશ રાજૂ વઢીયારા અને મનોજ વરસિંગ જહાચિયા રહે બંને પાટણ વાળાને જડપી લઈને બે બાઇક રિકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે