MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી એસપી કચેરી ખાતે નવા ફોજદારી કાયદા અંગે કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબી એસપી કચેરી ખાતે નવા ફોજદારી કાયદા અંગે કાર્યક્રમ યોજાયો

 

 

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે ગત તારીખ 13 જૂનના રોજ આગામી સમયમાં અમલમાં આવનારા નવા ફોજદારી કાયદા અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવયુગ લો કોલેજના પ્રિન્સિપાલે ઉપસ્થિત રહીને પોલીસ અધિકારીઓને નવા કાયદાઓ અંગેની રસપ્રદ માહિતી આપી હતી.

નવા ફોજદારી કાયદા જેવા કે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે માહિતી આપવા માટેનો કાર્યક્રમ એસપી કચેરી ખાતે યોજાયો હતો. જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ અને શિક્ષણવિદ પી.ડી. કાંજીયા સંચાલિત નવયુગ લો કોલેજ- વીરપર (મોરબી)ના પ્રિન્સિપાલ ડો. સંઘવીએ ઉપસ્થિત રહીને નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફાર અંગે પોલીસ અધિકારીઓ, પીએસઆઈ, એએસઆઈ તથા અન્ય પોલીસ કર્મીઓને રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. જુના કાયદાના સ્થાને નવા કાયદાનો અમલ કરવાની શા માટે જરૂરિયાત ઉભી થઈ છે તે અંગે સમજણ પૂરી પાડી હતી. સાથે જ કાયદાને મજબૂત કરી ગુનાખોરીના ક્ષેત્રે બદલાતી જતી પદ્ધતિઓ અંગે જાણ કરી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!