GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના સુંદરગઢ ગામની સીમમાં  જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

HALVAD:હળવદના સુંદરગઢ ગામની સીમમાં  જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

 

 

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં મેરૂપરથી સુંદરગઢ જવાના રસ્તે ઘનશ્યામભાઈ ખેરની વાડીના શેઢા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં મેરૂપરથી સુંદરગઢ જવાના રસ્તે ઘનશ્યામભાઈ ખેરની વાડીના શેઢા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમો નટવરભાઈ અમરશીભાઇ નારીયાણી (ઉ.વ ૫૫) રહે ગામ મેરૂપર તા હળવદ, ભરતભાઈ હરજીવનભાઈ ભાડજા (ઉ.વ.૪૨) રહે. ગામ મેરૂપર તા.હળવદ, હરેશભાઇ રતીલાલ મોટકા (ઉ.વ.૪૦) રહે હળવદ ચંદ્રપાર્ક સોસાયટી સરા રોડ તા.હળવદ જી.મોરબી મુળ રહે ગામ મોટા અંકેવાડીયા તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળાને રોકડ રૂપિયા ૧૫૩૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!