GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના માથક- કડીયાણા રોડ પરથી ઇનોવા કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

HALVAD:હળવદના માથક- કડીયાણા રોડ પરથી ઇનોવા કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

 

હળવદ તાલુકાના માથક – કડીયાણા રોડ ઉપરથી ઇનોવા કારમાંથી ૫૧૫ લીટર દેશી દારૂ કિ.રૂ. ૧,૦૩,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૦૩,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.


હળવદ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના માથક કડીયાણા રોડ ઉપરથી એક ઇનોવા ગાડીમાંથી ૫૧૫ લીટર દેશી દારૂ કિ.રૂ. ૧,૦૩,૦૦૦/- તથા ઇનોવા કાર મળી કુલ કિ.રૂ. ૬,૦૩,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી હિતેશ ઉર્ફે રાધવ ભરતભાઈ મકવાણા રહે વાકાનેર ભાટીયા સોસાયટી ત્રીલોક ધામ-૧. તા વાંકાનેરવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય ત્રણ શખ્સો જયંતી દેવશીભાઇ ચૌહાણ રહે ગામ ચિરોડા તા ચોટીલા જી સુરેન્દ્રનગર તથા ફરીદાબેન જયતીભાઇ ચૌહાણ રહે ગામ ચિરોડા તા ચોટીલા જી. સુરેન્દ્રનગર અને સજય ઉર્ફે અમરાભાઇ શામજીભાઈ જજવાડીયા રહે ત્રાજપર જી.મોરબીવાળાનુ નામ ખુલતા કુલ ચાર શખ્સો વિરુદ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!