DAHODGUJARAT

દાહોદ તાલુકાની સાકરદા પ્રાથમિક શાળામાં સિકલ સેલ અને ચાંદીપુરમ વાઇરસ અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા. ૩૦. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ તાલુકાની સાકરદા પ્રાથમિક શાળામાં સિકલ સેલ અને ચાંદીપુરમ વાઇરસ અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રીના એનીમિયા મુક્ત ભારત અભિયાન હેઠળ રાષ્ટ્રીય સિકલસેલ એનીમિયા નાબુદી મિશન ૨૦૪૭ અન્વયે માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આજરોજ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોસાલા ના સાકરદા પ્રાથમિક શાળા ખાતે સિકલસેલ એનીમિયા વિષે શાળાના વિધાર્થીઓને ઓડિયો, વિડીયો, પેમ્પલેટ વગેરે દ્વારા સિકલસેલ એનીમિયાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી અને આ બીમારીને આગળ વધતી અટકાવવા માટે શું શું પગલાં લઇ શકાય તે માટેનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. સિકલ સેલ ટેસ્ટ માટે કુલ ૧૫ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા

સાથે સાથે ચાંદીપુરમ વાઇરસ અંતર્ગત સેન્ડફ્લાય નો ફેલાવો કઈ રીતના થાય છે અને શું કાળજી રાખવી તેનાં વિષે માર્ગદર્શન આપવામા આવ્યું આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના, RBSK ડૉ પ્રદીપ વાળંદ ડૉ ડિમ્પલ મોદી એફએચડબ્લ્યુ, અનુપમા ભાભોર શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓ હાજર રહ્યા હતા

Check Also
Close
Back to top button
error: Content is protected !!