સંજેલી કાવડાના મુવાડા શાળામાં બાળ સંસદની ચૂંટણી અંતર્ગત મંત્રી મંડળની રચના કરવામાં આવી
AJAY SANSIJuly 13, 2024Last Updated: July 13, 2024
0 1 minute read
તા. ૧૩. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી કાવડાના મુવાડા શાળામાં બાળ સંસદની ચૂંટણી અંતર્ગત મંત્રી મંડળની રચના કરવામાં આવી
તારીખ. ૧૨.૦૭. ૨૦૨૪ ના શુક્રવારના રોજ કાવડાનામુવાડા પ્રાથમિક શાળામાં બાલ – સંસદની ચૂંટણી અંતર્ગત મંત્રી મંડળની રચના કરવામાં આવી. જેમાં શાળાનું સંચાલન વિદ્યાર્થીઓને સમજાય અને વિદ્યાર્થીઓ થકી વ્યવસ્થિત રીતે થાય તેવા હેતુથી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં પ્રાર્થના સમિતિ,આરોગ્ય સમિતિ,રમત-ગમત સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, પ્રવાસ પર્યટન સમિતિ, ઇકો – ક્લબ સમિતિ, આપત્તિ અને વ્યવસ્થાપન સમિતિ, લાયબ્રેરી સમિતિ, સ્વચ્છતા સમિતિ, પ્રયોગશાળા સમિતિ, વગેરે સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ચૂંટાયેલા તમામ મોનિટર, ઉપ- મોનિટર જી.એસ ઉપ -જી.એસ તથા અન્ય વિદ્યાર્થીઓ સહભાગી થઈ પોતાની જવાબદારી નિભાવવા સ્વીકાર કર્યો. શિક્ષકોએ સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને મંત્રીમંડળની કામગીરી બાબતે સામાજિક વિજ્ઞાનના શિક્ષક કેયુરભાઈ પટેલે આ બાળ- સંસદમાં સમિતિમાં તમામ દિશા સૂચનો કર્યા. શાળાના ખેલ સહાયક શિક્ષક મહેશભાઈ બારીઆ સાહેબે નેતાગીરી બાળકોમાં વિકશે આ બાબતે માર્ગદર્શન આપ્યું.વિદ્યાર્થીઓમાં આત્મીયતા જળવાય તે માટે શૈલેષભાઇ ભુરીયા સાહેબે પ્રેરણા માર્ગદર્શન આપ્યું. બાળકોમાં અભ્યાસમાં સતત હરીફાઈ રહે તે માટે કુલદીપસિંહ રાઠોડ સાહેબે પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું.જીજ્ઞેશભાઈ પરમાર સાહેબે ગણિત -વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ વધુ રસ લઇ કઠોર પરિશ્રમ કરે એ બાબતે ધ્યાન દોર્યું
Sorry, there was a YouTube error.
AJAY SANSIJuly 13, 2024Last Updated: July 13, 2024