HALVAD-મોટર સાયકલ ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આંતરરાજ્ય રીઢા આરોપીનેપકડી પાડતી હળવદ પોલીસ
HALVAD-મોટર સાયકલ ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આંતરરાજ્ય રીઢા
આરોપીનેપકડી પાડતી હળવદ પોલીસ
શહેરની સરા ચોકડી પાસે ગલીમાં રાખેલ ૨૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી અને ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને બાઈક રીકવર કર્યું છે
હળવદના સરા રોડ આનંદ પાર્ક 2માં રહેતા હસમુખ વિઠ્ઠલભાઈ વરમોરાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ એપ્રિલના રાત્રીના નવ વાગ્યાથી તા. ૦૩ એપ્રિલના સવારના પાંચ વાગ્યાના અરસામાં ફરિયાદીએ પોતાનું બાઈક જીજે ૧૩ એએન ૧૧૮૭ કીમત રૂ ૨૦ હજાર વાળું સરા ચોકડી પાસે ક્રોસ રોડ હોટેલ અને સેન્ટર પોઈન્ટ હોટેલ વચ્ચે ગલીમાં રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી હળવદ પોલીસે બાઈક ચોરી કરનાર આરોપી મોતીલાલ ઉર્ફે સોનું કાલુજી છગનલાલ વર્મા રહે કિડાણા ગાંધીધામ મૂળ રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે આરોપી મોતીલાલ વિરુદ્ધ રાજસ્થાનના ઉદયપુર જીલ્લામાં નવ જેટલા ગુના તેમજ બરણ કેલવાડા પોલીસ મથકમાં રાજસ્થાન લેન્ડ રેવન્યુ એક્ટ સહિતના ૧૦ ગુના નોંધાઈ ચુક્યા છે