HALVAD હળવદ પોલીસે સુખપર પાસે ટ્રકમાંથી રૂ.4.64 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

HALVAD હળવદ પોલીસે સુખપર પાસે ટ્રકમાંથી રૂ.4.64 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અમદાવાદ-કચ્છ હાઇવે પર દારૂની હેરાફેરી અટકાવવા માટે હળવદ પોલીસ સજ્જ બની છે. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સુખપર ગામ પાસે આવેલી એક હોટલના પાર્કિંગમાં દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
હળવદ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે અમદાવાદ-હળવદ-માળીયા હાઇવે પર આવેલા સુખપર ગામ નજીક રામદેવ હોટલના પાર્કિંગમાં એક શંકાસ્પદ ટ્રક ઉભો છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા અશોક લેલન ટ્રક (નંબર RJ-52-GA-9204) મળી આવ્યો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે ટ્રકમાં સફેદ પાવડર (માટી) ભરેલી હતી, જેની આડમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો.
પોલીસે ટ્રકની તલાશી લેતા નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વિદેશી દારૂ અલગ-અલગ બ્રાન્ડની કુલ 4,223 બોટલ (કિંમત રૂ.4,64,600/-)અન્ય મુદ્દામાલ: ટ્રક, મોબાઈલ ફોન અને રોકડ રકમ.કુલ જપ્ત કિંમત: આશરે રૂ.15,14,165/-
પોલીસે આ મામલે રાજસ્થાનના અલવર જિલ્લાના તીજારા તાલુકાના નીમલી ગામના રહેવાસી જાન મહમદ અબ્દુલ રસીદ મેવ નામના શખ્સની ધરપકડ કરી છે.હળવદ પોલીસે પકડાયેલ આરોપી અને તપાસમાં ખુલનારા અન્ય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










