BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના નંદેલાવમાં વિકાસની નવી ઊંચાઈ:રૂ. 1.07 કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

સમીર પટેલ, ભરૂચ

નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આજે વિકાસ કાર્યોનો મહત્વપૂર્ણ દિવસ રહ્યો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીએ રૂ. 1.07 કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
આ કાર્યક્રમમાં બુસા સોસાયટીના મુખ્ય માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ માર્ગ રૂ. 7 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આલ્ફા સોસાયટી પેવર બ્લોક અને સીસીટીવી કેમેરા માટે કુલ રૂ. 4 લાખના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા નંદેલાવમાં હાલમાં અનેક વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. આ પ્રસંગે નંદેલાવ તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન વાછાણી, ગામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ અને ડેપ્યુટી સરપંચ સંજય સોલંકી હાજર રહ્યા. કાર્યક્રમમાં પંચાયતના અન્ય સભ્યો, ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!