HALVAD:હળવદ બાઈક સ્લીપ થતા ટ્રોલીના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ જવાથી યુવાનનું કરુણ મોત




HALVAD:હળવદ બાઈક સ્લીપ થતા ટ્રોલીના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ જવાથી યુવાનનું કરુણ મોત
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં ગોલાસણ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર ચાલકે ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું, જેના કારણે પાછળ બેઠેલા યુવાનનું ટ્રોલીના વ્હીલ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ગોલાસણ ગામની સીમમાં મજૂરી કામ કરતા દિનાબેન રેશલીયાભાઈ ભીલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી અજીતભાઈ સુરેશભાઈ ઘાણક પોતાનું મોટરસાયકલ (નંબર GJ-13-KK-8178) પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રહ્યો હતો.ઘનશ્યામપુર-ગોલાસણ રોડ પર આગળ જઈ રહેલા ટ્રેક્ટર (નંબર GJ-36-AC-4284) ને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બાઈક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો.બાઈક સ્લીપ થતાં પાછળ બેઠેલા દિનાબેનના પતિ રેશલીયાભાઈ નીચે પટકાયા હતા.દુર્ભાગ્યવશ, ટ્રેક્ટરની પાછળ જોડેલી ટ્રોલીનું વ્હીલ રેશલીયાભાઈની છાતી અને માથા પર ફરી વળ્યું હતું.ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.હળવદ પોલીસે દિનાબેન ભીલની ફરિયાદના આધારે બાઈક ચાલક અજીતભાઈ ઘાણક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. શ્રમિક પરિવારના મોભીના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.




