Gondal: ગોંડલ શહેર તથા તાલુકાઓના કુલ ૧૫ બાળકોનો બાલવાટિકામાં, ૧૯ બાળકોનો આંગણવાડીમાં તથા ૨૫૦ બાળકોનો ધોરણ ૯ માં પ્રવેશ કરાવાયો
તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: Gondal: રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫નો ગોંડલ શહેર તથા ગામોમાં ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ભરૂડી પ્રાથમિક શાળાનુ બાલવાટિકામાં ૯ કુમારો અને ૬ કન્યાઓ મળી કુલ ૧૫ બાળકોનો પ્રવેશ કરાવાયો હતો, જ્યારે આંગણવાડીમાં ૧૦ કુમારો અને ૯ કન્યાઓ મળી ૧૯ બાળકોનો આંગણવાડીમાં પ્રવેશ કરાવાયો હતો. આ જ શાળામાં ધોરણ-૯ માં ૪ કુમાર ૬ કન્યા મળી ૧૦ બાળકોનો પણ શાળાપ્રવેશ કરાવાયો હતો.
ગોંડલ શહેરની વિદ્યામંદિર હાઇસ્કુલ ખાતે ૯૪ કુમારો અને ૩૦ કન્યાઓ મળી કુલ ૧૩૦ બાળકોનો તથા શહેરની સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે ૫૯ કુમારો તેમજ ૫૧ કન્યાઓ મળે ૧૧૦ બાળકોનો શાળાપ્રવેશ કરાવાયો હતો.
આમંત્રિતોના હસ્તે બાલવાટિકા આંગણવાડી તથા ધોરણ-૯ માં નવો પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કીટ તથા પાઠ્યપુસ્તકોનો સેટ એનાયત કરીને આંગણવાડી તથા શાળામાં મંગલ પ્રવેશ કરાવાયો હતો.
આ પ્રસંગે સહાયક માહિતી નિયામકશ્રી સોનલ જોશીપુરાએ ઉપસ્થિત વાલીઓને તેમના બાળકોના અભ્યાસમાં રસ લેવા અને બાળકોને શાળામાંથી અભ્યાસ પડતો ન મુકાવવા અનુરોધ કર્યો હતો. જ્યારે સી.ડી.પી.ઓ.શ્રી કોમલબેન ઠાકરે રાજ્ય સરકારની શાળાના બાળકો માટેની વિવિધ સ્કોલરશીપની યોજનાઓનો તથા અન્ય યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે NMMS અને CET પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક મેળવનાર શાળાના વિદ્યાર્થીઓનું આમંત્રિતોએ સન્માન કર્યું હતું અને વિવિધ ધોરણોમાં એકથી ત્રણ ક્રમાંક મેળવનાર છાત્રોનું બહુમાન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ શાળા પરિસરની મુલાકાત લીધી હતી, શાળા વ્યવસ્થાપક સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી શાળાઓમાં કાર્યરત લાઇબ્રેરી તથા કોમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કર્યું હતું.
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી શુભારંભ થયા બાદ શાળાના બાળકોએ પ્રાર્થના ગીત અને યોગનિદર્શન રજૂ કર્યા હતા. મનુષ્ય ગૌરવ ગાનની રજૂઆત બાદ બાળકોએ બાળગીત, સ્વાગત ગીત અને અમૃતવચનની રજૂઆત કરી હતી. કાર્યક્રમના અંતે આમંત્રિતોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં સરપંચ શ્રી જાનકીબેન જાડેજા, સી.આર.સી.ઓ-ઓર્ડીનેટર શ્રી મહેશભાઈ સોરઠીયા આચાર્યશ્રી તૃપ્તિબેન કમાણી, શ્રી એસ.એચ.નંદાણીયા અને ફાધર રોજંટ, શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.