GUJARATMORBIMORBI CITY / TALUKO

HALVAD- મોરબીના હળવદમાં વેચાતાં બેફામ દારૂ અંગે મહિલાઓનો આક્રોશ

HALVAD- મોરબીના હળવદમાં વેચાતાં બેફામ દારૂ અંગે મહિલાઓનો આક્રોશ

 

 

બસ સ્ટેશન પાછળની મહિલાઓ દારૂબંધી અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત

-શ્રીકાંત પટેલ-મોરબી

મોરબી જિલ્લા નાં હળવદ શહેરમાં થોડા દિવસ પહેલા ચોરીના બનાવ બન્યા છે ત્યારે ચોરીનો ભેદ નહિ ઉકેલવા તેમજ રાત્રીના સમયે અજાણ્યા શખ્સો હળવદના બસ સ્ટેશન પાછળ આંબેડકર નગર વિસ્તારમાં અવરજવર કરતા જેને લઈને રહીશોમાં ચોરી થવાના ભય સતાવી રહ્યો છે ‌તેમજ બસ સ્ટેશન પાછળ દારૂના ધંધા બેફામ ચાલે છે તે બંધ કરવા મામલે મહિલા ઓ હળવદ પોલીસ ‌‌સ્ટેશન ખાતે‌ રજૂઆત કરવા ધસી ગયા હતા.

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં થોડા દિવસ પહેલા વિવિધ વિસ્તારોમાં ચોરીને બનાવો બન્યા હતા ત્યારે હળવદના બસ સ્ટેશન પાછળ નવા આંબેડકર નગરમાં ચોરીનો બનાવ બન્યો હતો ત્યારે તેનો પણ પોલીસ દ્વારા કોઈ ભેદ ઉકેલ્યો નથી.બે દિવસ પહેલા રાત્રિના સમયે કોઈ અજાણ્યા માણસો આંબેડકર નગરમાં આવતા હોવાનું અહીંના રહીશો ને માલુમ પડતા જેને લઈને અહીંના વિસ્તારના લોકોમાં ચોરી થવાનો ભય સતાવી રહ્યો છે જેને લઈને હળવદ બસ સ્ટેશન પાછળની આંબેડકર નગરની મહિલાઓ તેમજ યુવાનો દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા ધસી આવ્યા હતા રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે રાત્રિના સમયે લઈને અમારા વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ હોમગાર્ડ જીઆરડી મૂકવામાં આવે તેમ જ તેમના આ વિસ્તારમાં દેશી દારૂ ના હાટડા ચાલી રહ્યા છે તે દારૂ પણ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!