HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના વિશ્વાસ આકૅડ કોમ્પ્લેક્સમાંથી‌રૂપિયાની ઉઘરાણી બાબતે બે યુવકોનું અપહરણ:એકને ચુલી ગામે મુક્ત કરતા ફરિયાદ નોંધાવી

Halvad:હળવદના વિશ્વાસ આકૅડ કોમ્પ્લેક્સમાંથી‌રૂપિયાની ઉઘરાણી બાબતે બે યુવકોનું અપહરણ એકને ચુલી ગામે મુક્ત કરતા ફરિયાદ નોંધાવી વિશાલ જયસ્વાલ હળવદ 

 

 

હળવદમાં દિન પ્રતિદિન ગુનાહિત પ્રવૃત્તિ કરતા આવારા તત્વો બેફામ થયા છે. પોલીસ પ્રશાશનની કડક કાર્યવાહી હોવા છતાં ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે તે એક ચિંતાનો વિષય છે. ત્યારે હળવદમાં બનેલ બનાવમાં કાર લઈને ધસી આવેલા ચાર શખ્સો દ્વારા પૈસાની બાબતે યુવક સાથે વાતચીત કરી યુવક અને તેના મિત્રનું અપહરણ કરી લઇ ગયા બાદ થોડે દૂર અપહરણકારોએ યુવકના મિત્રને છોડી દીધો હતો. જયારે યુવકનું અપહરણ કરી લઇ જવાતા અજાણ્યા ચારેય આરોપીઓ સામે તેના મિત્રએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે અપહરણકાર ચારેય આરોપીઓને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસના ચાજરો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર મૂળ જોડિયા તાલુકાના કુનળ ગામના વતની હાલ હળવદના સરા નાકે વાય.કે.ઝાલાના મકાનમા રહેતા ધાર્મિકભાઈ દેવરાજભાઈ નકુમ ઉવ.૨૪ એ હળવદ પોલીસ મથકમાં વેગનઆર કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ લખાવી કે ગઈકાલે તા.૦૨/૦૬ના રોજ સાંજે ધાર્મિકભાઈ તથા તેમના મિત્ર રવીભાઈ બાવનજીભાઈ સાકરીયા વિગેરે વિશ્વાસ આર્કેડ કોમ્પ્લેક્ષમા આવેલ ધ હિન્દુ બ્રાંન્ડ નામની દુકાન સામે હાજર હતા ત્યારે એક સફેદ કલરની મારૂતી વેગનઆર કાર નંબર. જીજે-૧૩-એન-૪૬૨૨મા ચાર માણસો ઉતરી આવી રવીભાઈ સાથે કોઈ બાકી પૈસાની વાતચીત કરી ભુંડી ગાળો આપી પોલીસ સ્ટેશન જવાનુ બહાનુ કરી પરાણે રવીભાઈ ને તથા ધાર્મિકભાઈને તેમની મરજી વિરૂધ્ધ કારમાં બેસાડી લઈ જઈ ધાર્મિકભાઈને રસ્તામા થોડે આગળ ચુલી ગામ બસ સ્ટેન્ડ પાસે ઉતારી દઈ રવીભાઈને ધ્રાંગધ્રા તરફ કારમાં લઈ જઈ અપહરણ કરી લઇ જતા ધાર્મિકભાઈ દ્વારા ઉપરોક્ત બનાવ બાબતે અજાણ્યા ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

Back to top button
error: Content is protected !!