MORBI:મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
MORBI:મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. શ્રી હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ શ્રી ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલશ્રી, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ. શ્રી હિતેન્દ્રસિંહના વાલી વારસદારને તેમના પત્નિશ્રી ગં.સ્વ. શોભનાબા હિતેન્દ્રસિંહ ઝાલાના નામનો ચેક જિલ્લા કમાન્ડન્ટશ્રી ડિ.બી.પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ વેળાએ ટંકારા હોમગાર્ડઝ યુનિટ ઓફીસર કમાન્ડીંગ /ઇન્ચાર્જશ્રી અરૂણભાઇ પરમાર, જિલ્લા કચેરીના જુનીયર કલાર્કશ્રી કુલદીપભાઇ દાણીધારીયા, ઇન્ચાર્જ ઇન્ટ્રકટરશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, ટંકારા યુનિટના વય નિવૃત હોમગાર્ડઝ સભ્યશ્રી અનિરૂધ્ધસિંહ ઝાલા, ઓફીસના કર્મચારીઓ તથા હોમગાર્ડઝ સભ્યો હાજર રહ્યા હતા તેવું મોરબી જિલ્લા કમાન્ડટ હોમગાર્ડઝની યાદીમાં જણાવાયું છે.