સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા દેશ અને ભારતીય જવાનોની રક્ષા માટે યજ્ઞ નું આયોજન કરાયું
16 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા દેશ અને ભારતીય જવાનોની રક્ષા માટે યજ્ઞ નું આયોજન કરાયું ત્યાગ, બલિદાન, શુભ કર્મ અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારનાં કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. વાયુ શોધનથી સૌને આરોગ્યવર્ધક શ્વાસ લેવાનો અવસર મળે છે. હવન થયેલા પદાર્થ વાયુભૂત થઈ પ્રાણિમાત્રનને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણમાં સહાયક થાય છે. યજ્ઞ કાળમાં ઉચ્ચારિત વેદ મંત્રોનો પુનીત શબ્દ ધ્વનિ આકાશમાં વ્યાપ્ત કરી લોકોના અંતઃકરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે.ભારત હાલ સંવેદનશીલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. પાકિસ્તાન નાં હુમલા અને આતંકવાદ ની પરિસ્થિતિ માંથી આપણૅ સૌ હાલ પસાર થઈ રહ્યા છીએ.આવા કટોકટીના સમયે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુર દ્વારા હાલ આ દેશના વીર સૈનિકો જે આપણી સુરક્ષા માટે સખત પરિશ્રમ સાથે સરહદ પર દેશ સેવા કરી રહ્યા છે તેમની રક્ષા માટે પવિત્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.હાલની પરિસ્થિતિમાં સૌ દેશવાસીઓ સાથે મળીને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા ભારતીય સેનાની રક્ષા અને સુખાકારી માટે વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાની સાંકળ બનાવવામાં આવી છે. રાષ્ટ્ર સેવાના આવા શુભ કામ માટે આજ રોજ આયોજિત આ યજ્ઞ માં શાળાના બાળકો અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ નાં માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય અને સ્તાફમિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું.