GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લાના ગામડાઓની જર્જરીત શાળાઓની હાલતના કારણે કોઈ આકસ્મિક બનાવ બનશે તો જવાબદાર કોણ…?

MORBI:મોરબી જીલ્લાના ગામડાઓની જર્જરીત શાળાઓની હાલતના કારણે કોઈ આકસ્મિક બનાવ બનશે તો જવાબદાર કોણ…?

 

 

મોરબી જીલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો રાખવામાં આવેલ હતા. જયારે મોરબી જીલ્લાના ગામડાઓની શાળાઓ જર્જરીત હાલતમાં આવેલ છે. આવી જર્જરીત શાળાઓની હાલતના કારણે કોઈ આકસ્મિક બનાવ બનશે તો જવાબદાર કોણ…?મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ રોષ વ્યક્ત કર્યો

હાલમાં મોરબી જીલ્લાના ગામડાઓની તમામ શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે. તેમજ ગામડાઓની શાળાઓમાં અદ્યતન શૈક્ષણિક સાધનોનો અભાવ હોય તો વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ કઈ રીતે મળી શકે છે…? શાળાઓની ખરાબ પરિસ્થિતિ, શિક્ષકોની ઘટ, શાળામાં અદ્યતન સાધનોનો અભાવ હોવાના કારણે બાળકોના અભ્યાસ માટે લોકો શહેરો તરફ વળવા લાગેલ છે. જે એક ચિંતાનો વિષય છે.

મોરબીના જીલ્લાના મુખ્ય અધિકારીઓ શિક્ષકોની ઘટ અને શાળાઓની જર્જરીત હાલતથી વાકેફ છે કે કેમ…? ગામડાઓમાં શિક્ષણની પરિસ્થિતિને ધ્યાને લીધા વગર રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો કરી અને સરકારશ્રીના નાણાંનો દુરઉપયોગ કરવો કેટલા મહ્દઅંશે વ્યાજબી છે.

આવા કાર્યક્રમો દ્વારા સરકારી નાણાંનો દુરઉપયોગ કરી રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ શું સાબીત કરવા માંગે છે..? ગામડાઓમાં આવા કાર્યક્રમો નહી પરંતુ શાળાઓને રીનોવેશન કરી, નવા શિક્ષકોની નિમણુંક કરી અને શાળાઓમાં બાળકોને અદ્યતન શૈક્ષણિક સાધનો પુરા પાડી શૈક્ષણિક પ્રવૃતિઓ કરાવવાની જરૂર છે.

Back to top button
error: Content is protected !!