GUJARATJETPURRAJKOT

Rajkot: મેટોડા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

તા.૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

“મારો મત-મારો અધિકાર” “મારો મત-મારા રાષ્ટ્રનો વિકાસ” “મતદાન છે મહાદાન”

“મતદાનથી વિશેષ કશું જ નથી” જેવા વિવિધ મુદ્દાઓ ઉપર વિદ્યાર્થીઓએ સુંદર વક્તવ્ય આપ્યું

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મતદાર જાગૃતિના ભાગરૂપે ગાયત્રી વિદ્યામંદિર, મેટોડા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. “મારો મત-મારો અધિકાર” “મારો મત-મારા રાષ્ટ્રનો વિકાસ” “મતદાન છે મહાદાન” “મતદાન થી વિશેષ કશું જ નથી” જેવા વિવિધ મુદ્દાઓ ઉપર વિદ્યાર્થીઓએ સુંદર વક્તવ્ય આપ્યું હતું.

તેમજ વિદ્યાર્થીએ પોતાના વિસ્તારના વાલીઓ અને સગા સંબંધીઓને મતદાન જાગૃતિ અંગે જાણ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાંથી ત્રણ નંબરે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં વાલીઓએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!