GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લજાઈ ગામે પ્રેમ લગ્ન કરવાનીના કહેતા ચાર શખ્સોનો પરિવારજનો ઉપર ઘોકા વડે હુમલો કર્યો

TANKARA:ટંકારાના લજાઈ ગામે પ્રેમ લગ્ન કરવાનીના કહેતા ચાર શખ્સોનો પરિવારજનો ઉપર ઘોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી

 

 

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા વૃદ્ધાના પૌત્ર સાથે જે યુવતીને પ્રેમસંબંધ હતો તે યુવતીને લગ્ન કરાવી દેવાની વૃદ્ધા તથા તેના પરિવારજનોએ ના પાડી હતી જે તેને સારું નહીં લાગતા બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા વૃદ્ધા સાથે જપાજપી કરીને ઢીકાપાટુનો માર મરવામાં આવ્યો હતો તેમજ તેના પરિવારજનોને પણ ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધા સહિતાઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયાબેન આલાભાઇ ચાવડા (60)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લક્ષ્મીબેન હીરાભાઈ ચૌહાણ, સુરેશભાઈ હીરાભાઈ ચૌહાણ, કવિતાબેન હીરાભાઈ ચૌહાણ અને મિલન પોપટભાઈ જાદવ રહે. બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ફરિયાદીના પૌત્ર રાહુલને આરોપી લક્ષ્મીબેન ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હોય ફરિયાદી તથા સાહેદોએ લગ્ન કરવાની ના પાડતા હતા જે તેને સારું લાગ્યું ન હતું જેથી લક્ષ્મીબેન, સુરેશભાઈ અને સવિતાબેને ફરિયાદી વૃદ્ધા સાથે જપજપી કરી હતી અને ઢીકાપાટુનો માર મારીને મૂઢ ઇજાઓ કરી હતી તેમજ સુરેશભાઈએ સાહેદ અમૃતભાઈને લાકડાના ધોકા વડે પગના ભાગે માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મિલન જાદવે અમૃતભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!