DAHODGUJARAT

સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી 

તા૨૧.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે 21 મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણાએ માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત વગેરે માતૃભાષા દ્વારા વિકાસ પામે છે. બાળક જે પણ શીખે, સર્જન કરે અને સમસ્યાનો ઉકેલ મેળવે, પોતાની કુશળતા વિકસાવે એ માતૃભાષા દ્વારા જ શક્ય છે. શાળાના શિક્ષક અશ્વિનભાઈ સંગાડા દ્વારા જણાવ્યું હતું કે આ દિવસ વીર નર્મદજીની જન્મ જયંતી પર ઉજવવામાં આવે છે.જેમણે એક નવો ગુજરાતી શબ્દકોશ તૈયાર કરીને ગુજરાતી સંસ્કૃતિ તેમજ ભાષાને સાચવી રાખવાનું મહાન કાર્ય કર્યું હતું.આવો ” વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ” નિમિતે આપણી માતૃભાષાની સાથે સાથે તમામ ભારતીય ભાષાઓ અને ભારતને સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ કરીએ.આ ધરતી અને ગુજરાતી મીઠી ભાષાને શત શત વંદન એમ જણાવ્યું હતું. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!