GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવતીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ: પતિ, સાસુ-સસરા અને બે નણંદ સામે ફરિયાદ નોંધાઈ

 

MORBI:મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવતીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ: પતિ, સાસુ-સસરા અને બે નણંદ સામે ફરિયાદ નોંધાઈ

 

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામની પરિણીતાને મોરબીમાં સાસરિયાં દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતાં, કંટાળીને યુવતીએ એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પરિણીતાના પિતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા અને બે નણંદ સહિત કુલ પાંચ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર, બાલંભા ગામે રહેતા નટવરલાલ દેવશીભાઇ ચોથાણી (ઉ.વ.૬૨) એ તેમની દીકરી પૂજાબેનને માનસિક તથા શારીરિક ત્રાસ આપવા અંગે મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, પૂજાબેનના પતિ મંથનભાઈ જીતેન્દ્રભાઈ ઘેટીયા, સાસુ રમાબેન, સસરા જીતેન્દ્રભાઈ તેમજ નણંદ અવંતીકાબેન અને જિજ્ઞાસાબેન દ્વારા તેમને અવારનવાર ઘરકામ બાબતે તેમજ પ્રસંગોમાં જવા-આવવા અંગે મેણાટોણા મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ઉપરાંત, પતિ મંથનભાઈ “તું અમને જોઈતી નથી, તને રાખવી નથી” તેમ કહી મારઝૂડ કરતા હતા અને નણંદ અવંતિકાબેન પણ કામ બાબતે બોલાચાલી કરી કાનૂની મર્યાદા બહાર વર્તન કરીને માર મારતા હતા.

અન્ય આરોપીઓ સસરા જીતેન્દ્રભાઈ, સાસુ રમાબેન અને નણંદ જિજ્ઞાસાબેન પણ અવારનવાર બોલાચાલી કરી અપમાનજનક વર્તન કરતા હતા. સાસરિયાઓના આ સતત શારીરિક-માનસિક ત્રાસ અને અપમાનથી લાગી આવતા પૂજાબેને અંતિમ પગલું ભરતા એસિડ પી લીધું હતું.

આ બનાવ અંગે પિતા નટવરલાલ ચોથાણીની ફરિયાદના આધારે મોરબી મહિલા પોલીસે આરોપીઓ:૧. મંથનભાઈ જીતેન્દ્રભાઈ ઘેટીયા (પતિ) ૨. અવંતીકાબેન જીતેન્દ્રભાઈ ઘેટીયા (નણંદ) ૩. જિજ્ઞાસાબેન જીતેન્દ્રભાઈ ઘેટીયા (નણંદ)૪. જીતેન્દ્રભાઈ ઘેટીયા (સસરા) ૫. રમાબેન જીતેન્દ્રભાઇ ઘેટીયા (સાસુ)સામે ગુનો નોંધીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!