AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં બેફામ ટ્રકે પાર્ક કરેલા એક્ટિવાને ટક્કર મારી દેતા અક્સ્માત સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા-વઘઈ માર્ગ પર સોમવારે બપોર બાદ એક ટ્રકે પુરઝડપે આવી રસ્તા કિનારે પાર્ક કરેલા એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક્ટિવાને મોટુ નુકસાન થયુ છે.પ્રાથમિક માહિતી અનુસાર, સોમવારે બપોરબાદ લગભગ 3:15 કલાકે આહવા-વઘઈ રોડ પર નડગખાડી અને દાવદહાડ ગામ વચ્ચે આવેલા ચિકાર ફળિયાના જોખમી વળાંક પર આ ઘટના બની હતી.વઘઈથી આહવા તરફ જઈ રહેલ લોડિંગ ટ્રક નંબર GJ-03-AX-8100 ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને નિયંત્રણ ગુમાવ્યુ હતુ.ટ્રક ચાલકે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા એક્ટિવા ટુ-વ્હીલર વાહન નંબર GJ-30-E-1677 ને જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટ્રક રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી.આ ટ્રકમાં 9 ટન જેટલો માલ ભરેલો હતો.આ ભયાનક માર્ગ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે. જોકે, એક્ટિવા ટુ-વ્હીલર વાહનને ભારે નુકસાન પહોંચ્યુ છે.આ ઘટના બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!