HALVADMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પ્લાસ્ટિકના તકલાદી સ્પીડ બ્રેકરથી વાહનચાલકો ત્રાહિમામ: ૬ મહિનામાં તૂટ્યા, હવે માત્ર ખીલા જ બચ્યા!

 

MORBI:મોરબીમાં પ્લાસ્ટિકના તકલાદી સ્પીડ બ્રેકરથી વાહનચાલકો ત્રાહિમામ: ૬ મહિનામાં તૂટ્યા, હવે માત્ર ખીલા જ બચ્યા!

છ મહિના માં તુટી જાય છે પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર – માત્ર રોડ માં જડેલા ખીલા જ ઉભા છે

ગુજરાત રાજ્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થાપન, રાહદારીઓની સુરક્ષા તેમજ વાહનોની ગતિને નિયંત્રિત કરવા માટે સ્પીડ બ્રેકર મૂકવા માટે ઇન્ડિયન રેડ કોંગ્રેસ તથા માર્ગ અને મકાન વિભાગના ઠરાવો અને નિયમો ઘડાયેલા છે જેમાં પહેલા ડામરથી સ્પીડ બ્રેકર બનાવતા હતા અને હાલમાં પ્લાસ્ટિક/ રબર નાં સ્પીડબ્રેકર બનાવવામાં આવે છે જે તદ્દન તકલાદી અને ગુણવત્તાહીન હોય તેમ રોડ ઉપર સ્પીડબ્રેકર ફીટ કર્યાં પછી છ મહાત્મા તૂટી જાય છે અને વર્ષ પછી તો નામ નિશાન પણ રહેતું નથી. રહે છે માત્ર તેમાં સ્પીડબ્રેકર સાથે ફીટ કરેલા લોખંડના ખીલા જે પસાર થતાં વાહનોના ટાયરને નુકસાન કરે છે .અને તકલાદી હોવા છતાં વારંવાર તેમનો ઉપયોગ કરવામાં આવતો હોય આ બાબતે સ્પષ્ટતા કરવા મહાનગરપાલિકામાં એક આરટીઆઇ ની અરજી ઈન્વર્ડ કરાવવામાં આવી છે. મોરબી શહેરમાં લાગે વળગે છે ત્યાં સુધી મોરબીમાં શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડ અને જીઆઇડીસી પાસે ડામર ના સ્પીડબ્રેકર આશરે ચાર વર્ષ પહેલા બનાવવામાં આવ્યા છે તેમાં આજે પણ એક કાંકરી ખરી નથી ત્યારે મોરબી શહેરના વાવડી રોડ ઉપર, રવાપર રોડ ઉપર રોડ, હાઉસિંગ બોર્ડમાં અંદર નાં રોડ, સનાળા ગામ પાસે તેમજ શહેરના આંતરિક રોડ ઉપર આવા પ્લાસ્ટિકના સ્પીડબેકર મુકવામાં આવ્યા છે. તે છ મહિના માંતૂટી ગયા છે અને એક વર્ષમાં તો નામો નિશાન નથી રહ્યા. અને હાલ ત્યાં જે ખીલા ખોડેલા છે તે વાહનોના નુકસાન કરે છે. આવા તકલાદી સ્પીડ બ્રેકર પ્લાસ્ટિક નાં નહીં પણ ડામરના મજબૂત સ્પીડ બ્રેકર મુકવાની લોકોમાં માંગ ઉઠી છે. ત્યારે મોરબી શહેરના કોંગ્રેસનાં પુર્વ પ્રમુખ પુષરાજસિંહ જાડેજા એ જણાવ્યું છે કે પ્લાસ્ટિકના સ્પીડબેકર ચાર છ મહિના પહેલા તુટી જાય તો ફરી પાછું ફીટ કરી દેવાય આ રીતે તકલાદી સ્પીડ બ્રેકર મુકવાનું કૌભાંડ ચાલતું હોય તેવો આક્ષેપ કર્યો છે.

 

Back to top button
error: Content is protected !!