MORBI:મોરબીમાં ખ્યાતિકાંડ જેવી આશંકા ૮ માંથી માત્ર ૧ ખાનગી હોસ્પિટલના ૧૧ હજારથી વઘુ ક્લેમ મંજુર
MORBI:મોરબીમાં ખ્યાતિકાંડ જેવી આશંકા ૮ માંથી માત્ર ૧ ખાનગી હોસ્પિટલના ૧૧ હજારથી વઘુ ક્લેમ મંજુર
મોરબીમાં પણ ‘ખ્યાતિ કાંડ’ જેવા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.PMJAY યોજના હેઠળ હાલ મોરબી જિલ્લામાં ૩ સરકારી અને 5 ખાનગી હોસ્પિટલ નોંધાયેલી છે. આ હોસ્પિટલોમાં છેલ્લા 20 મહિનામાં 46 કરોડથી વધુની કિંમતના ક્લેમ થયા છે. મહત્ત્વની વાત એ છે કે 46 કરોડમાંથી 40 કરોડ કરતાં વધુ રકમની ચૂકવણી ખાનગી હોસ્પિટલોમાં થઈ છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં માત્ર સવા 3 કરોડ જેટલી રકમના ક્લેમ થયા છે.
જણાવી દઈએ કે સૌથી વધુ ક્લેમ અને ચુકવણી મોરબીની આયુષ હોસ્પિટલમાં થઈ છે. આયુષ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં 11 હજાર 393 ક્લેમ થયા છે. આ બાબતે પત્રકારો જ્યારે હોસ્પિટલ પાસે તપાસ કરવા પહોંચ્યા તો હોસ્પિટલ સંચાલકો રસ્તા ઉતરી આવી જાહેરમાં ગાળો ભાંડી હતી. હોસ્પિટલ સંચાલકોની આવા વર્તનથી સામાન્ય લોકોમાં પણ ચર્ચા થઈ રહી છે કે, શું હોસ્પિટલ સંચાલકોએ ખરેખર ગેરરીતિ આચરી છે? પોતાનો ભાંડો ફૂટી જવાના ડરથી પત્રકારો સામે જાહેરમાં આવું ગેરવર્તન કરી રહ્યાં છે? મીડિયા કર્મીઓને પણ ધમકી આપવામાં આવી રહી છે. કવરેજ કરતા કર્મીઓ સાથે માથાકૂટ કરીને પોતાના કૌભાંડને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે? હાજર લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે આ બાબતે સરકાર જાગૃત થઈને રાજ્યમાં વહેલી તકે આવા મેડિકલ માફિયાઓ સામે નક્કર પગલાં ભરીને આકરી સજા કરે.મોરબી જિલ્લામાં છેલ્લા 20 મહિના દરમિયાન થયેલા ક્લેમ જોઈએ તો 8 હોસ્પિટલમાં 20,297 જેટલા કલેમ થયા હતા. જેમાંથી 14057 જેટલા ક્લેમ પાસ થઇ ચુક્યા છે. જયારે 6.100 જેટલા કલેમ પાસ થવાના બાકી છે. PMJAY યોજના હેઠળ કુલ 46 કરોડ 40 લાખ રૂપિયાના ક્લેમ થયા છે. જેમાંથી સરકાર દ્વારા 40 કરોડ 55 લાખ જેટલી રકમની ચુકવણી કરવામા આવી છે.
5 ખાનગી હોસ્પિટલને 37 કરોડ 24 લાખ જેટલી રકમ ચુકવી સરકાર દ્વારા ચૂકવણી થયેલા 40.55 કરોડ રૂપિયામાંથી સરકારી હોસ્પિટલમાં માત્ર 3 કરોડ 31 લાખ જેટલી રકમ ચૂકવી છે. જયારે 5 ખાનગી હોસ્પિટલને 37 કરોડ 24 લાખ જેટલી રકમ ચુકવણી કરવા આવી છે. જણાવી દઈએ કે સૌથી વધુ ક્લેમ અને ચુકવણી મોરબીની આયુષ હોસ્પિટલમાં થઈ છે. આયુષ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં 11 હજાર 393 ક્લેમ થયા છે.
૩ સરકારી અને 5 ખાનગી હોસ્પિટલ નોંધાયેલી છે
હાલ મોરબી જિલ્લામાં PMJAY યોજના હેઠળ ૩ સરકારી અને 5 ખાનગી હોસ્પિટલ નોંધાયેલી છે. જેમાં સિવિલ હોસ્પિટલ, હળવદ આરસીએચ હોસ્પિટલ તેમજ વાંકાનેર આરસીએચ હોસ્પિટલનો સમાવેશ થાય છે. જ્યારે ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ, ક્રિશ્ના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જયાબેન રમેશભાઈ હોસ્પિટલ,સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કે. એન વોરા હોસ્પિટલનો સમાવેશ થાય છે.
Box – મોરબીમાં આયુષ હોસ્પિટલમાં દર્દીની સારવાર દરમિયાન ડોકટરની બેદરકારી ન પરીજનોના આક્ષેપ મોરબીમાં આયુષ હોસ્પિટલમાં દર્દીને બે મહિના પહેલા અકસ્માત થતા દાખલ થયા હતા ડોકટરે સર્જરી કર્યા બાદ થોડા દિવસ બાદ હાથ લાગતા હોસ્પીટલ ફરી બતાવવા જતા ડોકટર જ ઓપરેશન કર્યા નું ભૂલી ગયા હોવાની કબૂલાત કર્યા નો દાવો
Box- મોરબીની આયુષ હોસ્પિટલ pmjay યોજના અંતર્ગત કોભાંડની આશંકાનો મામલો,મીડિયાના એહવાલ બાદ તંત્ર થયું દોડતું મોરબી કલેક્ટર દ્રારા ટીમ બનાવી તપાસનો આદેશ આપ્યો ટીમ દ્રારા તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી