GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં કોંગ્રેસનું મોટું એલાન: “હું છું કિશોર ચીખલિયા” ના નાદ સાથે કાર્યકરો લડશે ચૂંટણી

MORBI:મોરબીમાં કોંગ્રેસનું મોટું એલાન: “હું છું કિશોર ચીખલિયા” ના નાદ સાથે કાર્યકરો લડશે ચૂંટણી
મોરબી: આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોરબી શહેર કોંગ્રેસે મહત્વનું કમિટમેન્ટ જાહેર કર્યું છે. શહેર કોંગ્રેસના જણાવ્યા અનુસાર, મોરબીનો દરેક કોંગ્રેસ કાર્યકર “હું છું કિશોર ચીખલિયા” ના નાદ સાથે એકજુટ થઈને આ ચૂંટણી લડશે.સ્વ. કિશોરભાઈ ચીખલિયાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસના ઉમેદવારો કોઈપણ પ્રકારના ડીજે, ઢોલ કે નગારાના ઘોંઘાટ વગર, એકદમ સાદાઈથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે. શહેર કોંગ્રેસે આ નિર્ણય દ્વારા શિસ્ત અને સમર્પણની ભાવના વ્યક્ત કરી છે.










