GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી NMMS પરીક્ષામાં PMSHRI માધાપરવાડી શાળાની બાળાએ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

MORBI:ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી NMMS પરીક્ષામાં PMSHRI માધાપરવાડી શાળાની બાળાએ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

 

 

મોરબી જિલ્લાની તમામ શાળાના આઠમા ધોરણના વિદ્યાર્થીઓની લેવાયેલી NMMS પરીક્ષામાં PMSHRI માધાપરવાડી શાળાની બાળા પ્રથમ નંબરે પાસ

મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી જિલ્લાના બાળકોને વધુને વધુ સરકારી સર્વિસ પ્રાપ્ત થાય એ માટે સતત પ્રયત્નશીલ છે, એ માટે તેઓ અવારનવાર વિવિધ કાર્યક્રમો કરતા રહે છે,
સરકારી સર્વિસનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ માટે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા થાય એ માટે કોમન એંટર્સ ટેસ્ટ,નેશનલ મેરીટ મિન્સ કમ સ્કોલરશિપ NMMS પરીક્ષા પ્રાથમિક લેવલથી આપતા થાય અને મોરબી જિલ્લાનું સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત થાય એ માટે નિઃશુલ્ક વર્ગો અને માર્ગદર્શન સેમિનાર શનિવારે અને રવિવારે રજાના દિવસોમાં ચલાવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની સારામાં સારી પૂર્વ તૈયારી કરી શકે,એ અન્વયે તાજેતરમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 180 પ્રશ્નોનું પેપર તૈયાર કરવામાં આવ્યું હતું જેના વિદ્યાર્થીઓએ ત્રણ કલાકમાં OMR સીટમાં જવાબ લખવાના હતા.જેમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી આશરે એક હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ 180 માર્કની NMMS પરીક્ષા આપી હતી જેમાં PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળા *વંદના હંસરાજભાઈ પરમારે* 158 માર્ક પ્રાપ્ત કરી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. તેજસ્વી બાળા *વંદના* ને શાળાનું ગૌરવ વધારવા બદલ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ દ્વારા બાળાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. પે સેન્ટર તાલુકા શાળા નંબર:- 1 ના આચાર્ય જીતેન્દ્રભાઈ સદાતીયા તેમજ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા તરફથી શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!