
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા AHTU શાખામાં ફરજ બજાવતા PIએ કુણોલ માર્ગ પર અકસ્માતે ઇજાગ્રસ્ત થયેલ બાઈક સવારને મદદ આવી સારવાર અર્થે ખસેડયો
મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત સોમવારની રાત્રીના સમયે,નાઈટ પેટ્રોલિંગ કરી રહેલ અરવલ્લી જિલ્લા AHTU મોડાસા શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે ચૌધરીના ઓ કુણોલ માર્ગ પરથી રાત્રીના 1 વાગ્યાના અરસામાં સરકારી વાહન લઈ પસાર થઇ રહ્યા તે દરમિયાન,બાઈક એક ઝાડ સાથે અથડાયા બાદ સર્જાયેલ અકસ્માતમાં, ઇજાગ્રસ્ત થયેલ બાઈક સવારને જોઈ પોલીસ અધિકારીએ તેમનું સરકારી વાહન થંભાવી દીધું હતું અને મદદે ઉતરી પડી,108 એમ્બ્યુલન્સની મદદ માંગી ને ઇજાગ્રસ્ત શખ્સને સારવાર અર્થે,હિંમતનગર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો,પોલીસ અધિકારી અને તેમની સાથે ના પોલીસ કર્મચારી રમેશભાઇ કાંતિ ભાઈએ પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું,પોલીસની અધિકારીની સરાહનીય અને માનવતાભરી કામગીરીને લોકોએ આવકારી હતી.





