GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નગરપાલિકાના વોર્ડ-૧૨માં અજય પટેલ ઝાલરીયાએ બીએલઓ ટીમને મદદ કરી, નિરીક્ષકતાનું સેવા સૌભાગ્ય પ્રાપ્ત કર્યું

 

MORBI:મોરબી નગરપાલિકાના વોર્ડ-૧૨માં અજય પટેલ ઝાલરીયાએ બીએલઓ ટીમને મદદ કરી, નિરીક્ષકતાનું સેવા સૌભાગ્ય પ્રાપ્ત કર્યું

 

 

મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ  અજય પટેલ ઝાલરીયા એ પ્રજાકીય અને લોકશાહીના પવિત્ર કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૨૫ માં કેન્દ્રીય નિર્વાચન ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્પેશિયલ ઇન્ટેન્શન રિવિઝન (Special Intention Revision – SIR) પ્રક્રિયા અંતર્ગત તેમણે પોતાની સેવાઓ આપી હતી.
આ સેવાકાર્ય દરમિયાન, શ્રી ઝાલરીયાએ મોરબી નગર પાલિકાના વોર્ડ નંબર ૧૨ માં આવેલી અજંતા વિદ્યાલય ખાતે ફરજ બજાવી હતી. અહીં તેમણે બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) તરીકે ચૂંટણી નિર્વાચનનું કાર્ય કરતા નિયુક્ત વરિષ્ઠ શિક્ષક ગણ સાહેબ શ્રીઓ સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું હતું.


અજય પટેલે SIR ને લગતી વિવિધ સેવાકીય કામગીરી માં સક્રિય ભાગ લીધો હતો. તેમણે વિસ્તારક તરીકે મતદારો વિશેની માહિતીમાં સહાયક કર્તા અને નિરીક્ષકતાનું ઉત્તમ સેવા સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત અને સરળ બનાવવાના આ ભગીરથ કાર્યમાં સક્રિય ભાગ લઈને તેમણે પોતાની નાગરિક અને પક્ષીય ફરજ ઉત્તમ રીતે નિભાવી હોવાનું જાણવા મળે છે.

Back to top button
error: Content is protected !!