BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
પાલેજ ઓવરબ્રિજ નીચેથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો વાલી વારસોએ પાલેજ પોલીસ મથકનો સંપર્ક કરવો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પાલેજ ઓવરબ્રિજ નીચેથી એક અજાણ્યા આધેડનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ થતા પોલીસે અજાણ્યા આધેડના મૃતદેહનો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અજાણ્યો ઇસમ ભીખારી જેવો જેની ઉંમર આશરે ૬૦ વર્ષના અરસાની તેણે બદનમા ક્રીમ કલર જેવો લાંબી બાયનો શર્ટ તેમજ કમરના ભાગે જુનુ મેલુ પેન્ટ પહેરેલ છે તથા દાઢી વધેલી છે અને ડાબા હાથે સફેદ કલરનું એક કડુ પહેરેલ છે તથા તેના જમણા હાથે શાંતા બાબુભાઇ સુમન લખેલાનુ છુંદણુ છુંદાવેલ છે. આધેડનું કોઇ અગમ્ય કારણોસર મોત થયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. વાલી વારસોને પાલેજ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.