MORBI:મોરબીના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે ઇસમ ઝડપાયો
MORBI:મોરબીના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે ઇસમ ઝડપાયો
મોરબી એસઓજી પોલીસ ટીમે માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી હાથ બનાવટની જામગરી બંદુક અને મોબાઇલ સહિત કુલ કિ.રૂ. ૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો સામે ઝુંબેશ ચલાવી હતી જે અંતર્ગત કાર્યરત હતા તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના માણેકવાડા ગામના ઢોરાવાળા રોડ પર તળાવ પાસે એક ઇસમ ગેરકાયદેસર બંદુક સાથે આંટાફેરા કરતો જોવામાં આવ્યો હોય જેથી એસઓજી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જામગરી બંદુક તથા મોબાઇલ સહિતના મુદ્દામાલ સાથે આરોપી શોહિલ ઉર્ફે બાડો સુલતાનભાઇ સુમરા ઉવ.૨૩ રહે.મોરબી વીસીપરા વિસ્તાર વિજયનગરવાળાની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ મથકમાં સોંપી આપેલ છે.