GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે ડેરોલ સ્ટેશન ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડયા
તારીખ ૨૭/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગ મા હતો ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી કે કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગામના માર્કેટ યાર્ડની ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પૈસા વડે પાના પત્તાનો હાર જીત નો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા કોર્ડન કરી ચાર ને જુગાર રમતા ઝડપી પાડ્યા ગોપાલભાઈ ઉર્ફે ગુલો ગોવિંદભાઈ રાઠોડ, અર્જુનભાઈ મનુભાઈ, મોબીન હનીફભાઇ શેખ, નરેન્દ્ર ભાઈ ભરતભાઈ સોલંકી ને પકડી પાડી અંગ જડતી માંથી રૂ ૭,૩૪૦/ અને દાવ પરના રૂ ૭૨,૦૦/ કુલ મળીને રૂ ૧૪,૫૪૦/ સાથે પાના પત્તાની કેટ ઝડપી જુગારધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.