BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના ઇસારવા ખાતે પ્રજાપતિ સમાજ વજાપરા પરિવારના દેવી-દેવતાનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

કાંકરેજ તાલુકાના ઇસારવા ખાતે પ્રજાપતિ સમાજ વજાપરા પરિવારના દેવી-દેવતાનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

કાંકરેજ તાલુકાના ઇસારવા ખાતે પ્રજાપતિ સમાજ વજાપરા પરિવારના દેવી-દેવતાનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

કાંકરેજ તાલુકાની ધન્યધરા ઈસરવા ખાતે વજાપરા પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજી સહીત પાલખના દેવી દેવતાઓની નવ નિર્મિત મંદિરે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા સંવત ૨૦૮૧ ના ચૈત્રસુદ-૧૩ ને ગુરૂવારના રોજ યજ્ઞના મુખ્ય યજમાન સ્વ.વરૂભાઈ અંબારામભાઈ પ્રજાપતિ પરિવાર,કેશાભાઈ અંબારામભાઈ પ્રજાપતિ પરિવાર,પ્રથમ પાટલાના યજમાન પ્રજાપતિ શ્રવણભાઈ દાનાભાઈ, દ્વિતીય પાટલાના યજમાન પ્રજાપતિ પ્રકાશભાઈ કનુભાઈ, તૃતીય પાટલાના યજમાન પ્રજાપતિ વાઘાભાઈ અરજણભાઈ,ચતુર્થ પાટલાના યજમાન પ્રજાપતિ મેવાભાઈ વાલાભાઈના યજમાનપદે ગામ ગોર વેદીયા સુરેશભાઈ ની ઉપસ્થિતિમાં શાસ્ત્રી અમૃતભાઈ ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચાર સાથે શોભાયાત્રા બાદ યજ્ઞ યોજાયો હતો.બીજા દિવસે સાંજે નાળિયેર હોમી પુર્ણાહુતી બાદ આરતી ઉતારેલ.આ પાવન અવસરે જોયતાભાઈ પ્રજાપતિ તથા સ્વ. વરૂભાઈ પ્રજાપતિ પરિવાર અને કેશાભાઈ પ્રજાપતિ એ ભુમીદાનનો લાભ લીધેલ.શ્રી અંબાજી માતાજીના ફોટા ના યજમાન પાંચાભાઈ પ્રજાપતિ,શ્રી સિકોતર માતાજી ના ફોટાના યજમાન લક્ષ્મણભાઈ પ્રજાપતિ,શ્રીખોડીયાર માતાજીના ફોટાના યજમાન વક્તાભાઈ પ્રજાપતિ, શ્રી ગોગા મહારાજના ફોટાના યજમાન રણછોડભાઈ પ્રજાપતિ, શ્રી વીર મહારાજના ફોટાના યજમાન જગુભાઈ પ્રજાપતિએ અને મુખ્ય દ્વાર ખોલવાનો લાભ સ્વ.મોતીભાઈ વજાભાઈ પ્રજાપતિ પરિવારે લીધો હતો. આમત્રંણ પત્રિકાનો લાભ પ્રજાપતિ વેલજીભાઈ વાલાભાઈ થરા એ જયારે ભોજન પ્રસાદ ચેલાભાઈ પ્રજાપતિ અને સ્વ.રૂપાભાઈ કાળાભાઈ પ્રજાપતિ પરિવાર તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ સહીત અનેક દાતાઓએ ચડાવા તથા રોકડ અનુદાન આપી સહભાગી થયા હતા.પ.પૂ.ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજીબાપુ ગુરૂશ્રી વસંતજીબાપુ દેવ દરબાર જાગીરમઠ,પ.પૂ.સંતશ્રી સોહમ ભગત-સંતશ્રી સોહમ આશ્રમ,રાજપુરે આશીર્વાદ આપ્યા હતા.થરા નગર પાલિકા કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ વાલાભાઈ પ્રજાપતિ, ઉપ પ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ, મંત્રી વાલાભાઈ પ્રજાપતિ, સહ મંત્રી રમેશભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકારપુરા,મણિલાલ પ્રજાપતિ બંધવડ,સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના બ.કાં.જિલ્લાના મંત્રી રમેશભાઈ પ્રજાપતિ,સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના કાંકરેજ તાલુકાના મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ,કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ સહીત પધારેલ મહેમાનોને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજે સન્માન કર્યું હતું.કાર્યક્રમનું સંચાલન શિક્ષક શૈલેષભાઈ જે.પ્રજાપતિ એ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!