AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEDHROLENTERTAINMENTGANDHINAGARJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જામનગરમાં એરપોર્ટ ઉપર કાલે યાત્રી સુવિધા દિવસ

જામનગર જિલ્લા માહિતી કચેરીના

અવિરત 12 વર્ષ વિકાસ વિશ્વાસ જનકલ્યાણ ના સંદર્ભે

અહેવાલો

*જામનગર એરપોર્ટ ખાતે ૧૫મી જૂને ‘યાત્રી સુવિધા દિવસ’ની ઉજવણી કરાશે*

*મુસાફરોનું તિલક કરી સ્વાગત, વંદે માતરમનું સામૂહિક ગાન, હેલ્થ કેમ્પ અને ગુજરાતી લોકનૃત્ય જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન*

જામનગર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આગામી ૧૫મી જૂનના રોજ ‘યાત્રી સુવિધા દિવસ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત દેશભરના તમામ એરપોર્ટ પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુખ્યત્વે માનનીય વડાપ્રધાનના વિઝન અને નાગરિક ઉડ્ડયન મંત્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષમાં એરપોર્ટ સેક્ટરમાં મળેલી સિદ્ધિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં આપેલા યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ અંગે જામનગર એરપોર્ટ ડાયરેકટર શ્રી ડી.કે.સિંહ દ્વારા વિગતો આપતા જણાવાયું છે કે જામનગર એરપોર્ટ ખાતે ૧૫મી જૂનના રોજ દિવસભરના વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત એરપોર્ટ પર આગમન થતા તમામ મુસાફરોનું તિલક કરીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ એરપોર્ટ પરિસરમાં દેશભક્તિના માહોલ સાથે મુસાફરો અને સ્ટાફ દ્વારા સામૂહિક ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવશે. સામાજિક સેવાની પહેલના ભાગરૂપે એરપોર્ટ પર એક હેલ્થ ચેક અપ કેમ્પનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ ઉપરાંત, એવિએશન ક્ષેત્રે સંકળાયેલી મહિલાઓનું તેઓની સરાહનીય કામગીરી બદલ વિશેષ સન્માન કરવામાં આવશે. તેમજ મુસાફરોના મનોરંજન અને સ્વાગત માટે એરપોર્ટના અરાઈવલ હોલમાં પરંપરાગત ગુજરાતી લોકનૃત્યની ભવ્ય પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.

Jamnagar*જામનગર જિલ્લામાં સરકારી કચેરીઓથી લઈ ધાર્મિક સ્થળો સુધી વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ*

*ગામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ બજારો, શાળાઓ અને જાહેર સંસ્થાઓને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવવા સૌ સંકલ્પબદ્ધ થયા*

જામનગર જિલ્લામાં સફાઈ અભિયાન યોજાયું

__________________

જામનગર જિલ્લાને વધુ સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે સમગ્ર જિલ્લામાં સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય સ્તરથી શરૂ કરીને તાલુકા અને જિલ્લા કક્ષા સુધીના તમામ જાહેર સેવાના સ્થળો તેમજ શ્રદ્ધા કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે, જેથી નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા વધે અને તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઈ શકે.

આ વિશેષ સફાઈ ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ તેમજ અન્ય સ્વાયત્ત અને જાહેર સંસ્થાઓના પરિસરોની સફાઈ કરવામાં આવી રહી છે.

કચેરીઓમાં વર્ષો જૂના બિનજરૂરી રેકોર્ડના નિકાલથી લઈને સામાન્ય જનતા માટેની સુવિધાઓને સ્વચ્છ રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ, ભવિષ્યની પેઢીમાં અત્યારથી જ સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગથી પરિસર સફાઈની પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવામાં આવી છે.

સરકારી સંસ્થાઓ ઉપરાંત, નાગરિકોની રોજીંદી અવરજવર વાળા મુખ્ય વિસ્તારો જેવા કે સ્થાનિક હાટ-બજારો અને ગામ-તાલુકા કક્ષાના મોટા વ્યાપારી કેન્દ્રોમાં પણ આ ઝુંબેશ અંતર્ગત કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાટ-બજારોમાં વેપારીઓને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કચરો નિયત જગ્યાએ જ નાખવા માટે વહીવટી તંત્ર દ્વારા સમજણ પૂરી પાડવામાં આવી રહી છે.

વિશેષ રૂપે, જામનગર જિલ્લાના ઐતિહાસિક અને સ્થાનિક શ્રદ્ધાના કેન્દ્ર સમાન તમામ ધાર્મિક સ્થળોએ પણ આ અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ હાથ ધરવામાં આવી છે. ધાર્મિક સ્થાનો પર આવતા દર્શનાર્થીઓને પવિત્ર અને સુખદ વાતાવરણ મળી રહે તે માટે મંદિર પરિસરો, પ્રવેશદ્વારો અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવા માટે સ્થાનિક સમિતિઓ અને સ્વયંસેવકોનો પણ સહકાર લેવામાં આવી રહ્યો છે.

જિલ્લા પ્રશાસન દ્વારા જામનગરના તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી મંડળોને આ સફાઈ ઝુંબેશમાં સક્રિયપણે જોડાવવા અને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખી આ મહાઅભિયાનને સફળ બનાવવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

000000

*જામનગર જિલ્લામાં સરકારી કચેરીઓથી લઈ ધાર્મિક સ્થળો સુધી વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ*

*ગામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ બજારો, શાળાઓ અને જાહેર સંસ્થાઓને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવવા સૌ સંકલ્પબદ્ધ થયા*

જામનગર તા.૧૩, જામનગર જિલ્લાને વધુ સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે સમગ્ર જિલ્લામાં સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય સ્તરથી શરૂ કરીને તાલુકા અને જિલ્લા કક્ષા સુધીના તમામ જાહેર સેવાના સ્થળો તેમજ શ્રદ્ધા કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે, જેથી નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા વધે અને તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઈ શકે.
આ વિશેષ સફાઈ ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ તેમજ અન્ય સ્વાયત્ત અને જાહેર સંસ્થાઓના પરિસરોની સફાઈ કરવામાં આવી રહી છે.

કચેરીઓમાં વર્ષો જૂના બિનજરૂરી રેકોર્ડના નિકાલથી લઈને સામાન્ય જનતા માટેની સુવિધાઓને સ્વચ્છ રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ, ભવિષ્યની પેઢીમાં અત્યારથી જ સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગથી પરિસર સફાઈની પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવામાં આવી છે.
સરકારી સંસ્થાઓ ઉપરાંત, નાગરિકોની રોજીંદી અવરજવર વાળા મુખ્ય વિસ્તારો જેવા કે સ્થાનિક હાટ-બજારો અને ગામ-તાલુકા કક્ષાના મોટા વ્યાપારી કેન્દ્રોમાં પણ આ ઝુંબેશ અંતર્ગત કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાટ-બજારોમાં વેપારીઓને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કચરો નિયત જગ્યાએ જ નાખવા માટે વહીવટી તંત્ર દ્વારા સમજણ પૂરી પાડવામાં આવી રહી છે.

વિશેષ રૂપે, જામનગર જિલ્લાના ઐતિહાસિક અને સ્થાનિક શ્રદ્ધાના કેન્દ્ર સમાન તમામ ધાર્મિક સ્થળોએ પણ આ અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ હાથ ધરવામાં આવી છે. ધાર્મિક સ્થાનો પર આવતા દર્શનાર્થીઓને પવિત્ર અને સુખદ વાતાવરણ મળી રહે તે માટે મંદિર પરિસરો, પ્રવેશદ્વારો અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવા માટે સ્થાનિક સમિતિઓ અને સ્વયંસેવકોનો પણ સહકાર લેવામાં આવી રહ્યો છે.
જિલ્લા પ્રશાસન દ્વારા જામનગરના તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી મંડળોને આ સફાઈ ઝુંબેશમાં સક્રિયપણે જોડાવવા અને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખી આ મહાઅભિયાનને સફળ બનાવવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.
000000

000000

Back to top button
error: Content is protected !!