GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD હળવદમાં અપહરણના ગુનામાં ૧૫ વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

HALVAD હળવદમાં અપહરણના ગુનામાં ૧૫ વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો
હળવદ પોલીસ મથકમાં અપહરણના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે
મોરબી જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલ બાળકો તેમજ સ્ત્રી અત્યાચારના ગુનામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૦ માં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જે આરોપી અને ભોગ બનનાર હાલ જૂની પીપળી ગામે રહેતા હોવાની બાતમીને આધારે ટીમે તપાસ કરી આરોપી બળદેવભાઈ લાભુભાઈ રાજપરા રહે જૂની પીપળી મૂળ રહે ગોલાસણ તા. હળવદ વાળાને ઝડપી લઈને ભોગ બનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા છે







