MALIYA (Miyana):માળીયા કચ્છ હાઇવે પર આવેલ દેવ સોલ્ટ નામની ફેક્ટરીમાં આઈટીના દરોડા
MALIYA (Miyana):માળીયા કચ્છ હાઇવે પર આવેલ દેવ સોલ્ટ નામની ફેક્ટરીમાં આઈટીના દરોડા
આઈટીના સર્ચ ઓપરેશન દરમિયાન 25 જેટલી ટીમના 100 જેટલા અધિકારીઓ કામગીરીમાં જોડાયા
મોરબી જિલ્લામાં નમક ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતી મૂળ જામનગરના દેવ સોલ્ટ ગ્રુપ ઉપર ઈન્કમટેક્સ વિભાગે મોટા પાયે દરોડા પાડયા હોવાની વિગતો સામે આવી છે. વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડામાં માળીયા મિયાણા તાલુકાના હરિપર નજીક આવેલ મીઠાના અગર, સોલ્ટ ફેકટરી ઉપરાંત જામનગર અને અમદાવાદ ખાતે આવેલ દેવ સોલ્ટ ગ્રુપના નિવાસ અને ઓફિસોમાં પણ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઉલ્લેખનિય છે કે આજે સવારથી શરૂ થયેલ ઈન્કમટેક્સની કાર્યવાહીમાં 25 જેટલી ટીમો 100 જેટલા અઘિકારીઓ દ્વારા માળીયા મિયાણાના હરિપર નજીક આવેલ સોલ્ટ ફેકટરી જવાના રસ્તા પણ બંધ કરી દઈ મોટા પ્રમાણમાં વહેલી સવારથી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે