GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ વિવાયઓ ના સોશીયલ મીડિયા હેડ તરીકે પત્રકાર વિરેન્દ્રકુમાર મહેતા ની નિયુકિત કરાઈ
તારીખ ૩૦/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગૌ ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદય દ્વારા સ્થાપીત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થાની કાલોલ બ્રાંચ મા કાલોલના પત્રકાર વિરેન્દ્ર મહેતા ની આઈટી સોશિયલ મીડિયા હેડ (વિવાયઓ મેન વિગ અને વુમન વિંગ )તરીકે શ્રી વ્રજરાજકુમારજી મહોદય ના આશીર્વાદ થી નિમણૂક કરવામાં આવી છે. કાલોલ શહેરના વરીષ્ઠ પ્રત્રકાર વિરેન્દ્રકુમાર મહેતા પોતાની પ્રત્રકાર તરીકે ફરજ ખૂબ જ નિષ્ઠા અને નિસ્વાર્થ મક્કમતાપૂર્વક બજાવી રહ્યા છે અને સામાન્ય લોકોની સમસ્યાઓના ઉકેલ માટે હરહંમેશ નિણાર્યક ભૂમિકા અદા કરે છે. પોતાની આગવી આ કાર્યશૈલીથી પ્રખ્યાત વિરેન્દ્ર મહેતાને વિવાયઓ ના સોશિયલ મીડિયા હેડ તરીકે નિયુક્ત કરવામાં આવતા કાલોલ વૈષ્ણવ સમાજ સાથે પત્રકાર મિત્રો દ્વારા અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી છે.